તમન્ના ભાટિયાના માતા-પિતાને કોરોના પોઝિટિવ
મુંબઈ: બોલિવુડ અને સાઉથ તેમ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ એક્ટ્રેસ તમન્ના ભાટિયાના માતા-પિતાને કોરોના થયો છે. જે અંગેની જાણ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપી છે. સાથે જ તેણે તેવી પણ સ્પષ્ટતા કરી છે કે, તેના સહિત પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમન્નાએ ટિ્વટર પર લખ્યું છે કે, ‘મારા માતા-પિતામાં કોવિડ ૧૯ના હળવા લક્ષણો જોવા મળી રહ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરના દરેક સભ્યોએ તરત જ ટેસ્ટ કરાવ્યો. રિઝલ્ટ હાથમાં આવી ગયું છે અને દુર્ભાગ્ય રીતે મારા માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આગળ તેણે લખ્યું છે કે,
‘તેમની સ્થિતિ વિશે અધિકારીઓને જરૂરી માહિતી આપી દેવામાં આવી છે અને અમે સાવચેતીની ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છે. મારા સહિત પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભગવાનની કૃપાથી તેઓ આ બીમારી સામે સારી રીતે લડી રહ્યા છે. તમારી પ્રાર્થના અને આશીર્વાદ તેમને જલ્દીથી સ્વસ્થ કરી દેશે. બોલિવુડ સેલેબ્સના ઘરે પણ ખતરનાક કોરોના વાયરસ ધીમે-ધીમે પહોંચી રહ્યો છે. હવે એક્ટ્રેસ તમન્ના ભાટિયાના માતા-પિતાને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક્ટ્રેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.