તમિમના ઈન્સ્ટા એકાઉન્ટથી તેના નામના અન્યના ફોલોઅર્સ વધુ
નવી દિલ્હી: એક સમય હતો જ્યારે ફેન્સ પોતાના ફેવરેટ ખેલાડી સાથે ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરતા હતા. તે પછી તસવીર ક્લિક કરવાની અને સેલ્ફીનો પણ સમય આવ્યો. જે હજુ પણ ચાલે છે, પરંતુ હવે જમાનો ડિજિટલ થઈ ગયો છે. હવે પ્લેટર્સ પણ પોતાના સોશ્યિલ મીડિયા હેન્ડલથી પ્રશંસકો સાથે જાેડાયેલા રહે છે. આ જ સોશ્યિલ મીડિયા અકાઉન્ટના કારણે બાંગ્લાદેશના ક્રિકેટર તમીમ ઈકમાલ સાથે મોટો કાંડ થઈ ગયો.
હકીકતમાં, તમીમ ઈકબાલના ઈન્સ્ટાગ્રામ પર ૯.૫૧ લાખની આસપાસ ફોલોઅર્સ છે. તો, ઈન્સ્ટાગ્રામ પર તેના જ નામથી ચાલતા ફેન્સ ક્લબના ફોલોઅર્સની સંખ્યા ૧૦ લાખ કરતા વધી ગઈ છે. કદાચ આવું પહેલી વખત બન્યું છે કે, જ્યારે કોઈ સેલિબ્રિટીના ફેન ક્લબ અકાઉન્ટના ફોલોઅર્સ ઓરિજનલ અકાઉન્ટ કરતા વધી ગયા હોય.
આ અજબ મામલા પર તમીમ ઈકબાલ તરફથી હજુ કોઈ નિવેદન નથી આવ્યું. ૩૨ વર્ષનો ડાબોડી બેટ્સમેન બાંગ્લાદેશના ઈતિહાસનો સૌથી મોટો ખેલાડી પણ છે. ક્રિકેટની ગેમના ત્રણેય ફોર્મેટ- ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦માં તેનાથી વધુ રન કોઈ બાંગ્લાદેશી ખેલાડીના નામે નથી.
તમીમ ઈકબાલ બાંગ્લાદેશ માટે અત્યાર સુધઈ ૬૪ ટેસ્ટ મેચ, ૨૧૫ વન-ડે અને ૭૨ ટી-૨૦ ઈન્ટરનેશનલ રમ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ટીમ હાલ શ્રીલંકાની સાથે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમી રહી છે.
તમીમની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને પહેલી વખત વન-ડે સીરિઝમાં હરાવી છે. ત્રણ વન-ડેની સીરિઝની બીજી મેચમાં ડકવર્થ લુઈસના નિયય અંતર્ગત બાંગ્લાદેશે શ્રીલંકાને ૧૦૩ રને હરાવી સીરિઝ જીતી લીધી છે.