તાજમહેલ બનાવવા માટે હજારો ટન ગોળનો ઉપયોગ થયો હતો !!
તાજમહેલને જોવા દુર દુરથી લોકો આવતા હોય છે
યુનેસ્કો દ્વારા ૧૯૮૩માં તેની ભવ્ય આર્ટવર્ક માટે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી હતી
નવી દિલ્હી,પ્રેમના પ્રતિક એવા તાજમહેલને જે કોઈ જુએ છે તેના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે – વાહ! ૨૨ વર્ષમાં ૨૨ હજાર મજૂરો દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલની સુંદરતા ૩૬૬ વર્ષ પછી પણ એવી જ છે. તાજમહેલને જોઈને ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે આ ઈમારત આટલા વર્ષો સુધી આટલી સુંદર કેવી રીતે રહી અને કેવી રીતે બની શકી.
પરંતુ શું તમે જાણો છો કે આ પ્રેમનું પ્રતીક બનાવવા માટે કામદારોએ એક ખાસ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જેના માટે કેટલાય ટન ગોળની પણ જરૂર પડતી હતી. હકીકતમાં, તાજમહેલના નિર્માણની પ્રક્રિયા ૧૬૩૧ની સદીમાં શરૂ થઈ હતી અને તે ૧૬૪૮માં પૂર્ણ થઈ હતી. તેના નિર્માણમાં ૩૮ ખાસ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી, તેના નિર્માણનો સમાન લાવવા માટે એક હજારથી વધારે હાથી દિવસ-રાત મહેનત કરી રહ્યા હતાં.
આવી સ્થિતિમાં, આ ઈમારતને વિશેષ બનાવવા માટે, તેના નિર્માણમાં એક ખાસ પ્રકારના લેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તૈયાર કરવામાં આવ્યો હતો ઘણાં ટન ગોળમાંથી. જી હાં, તમે એકદમ સાચું વાંચી રહ્યા છો આ ઈમારતને મજબૂત બનાવવા માટે ખાસ લેપ બનાવવામાં આવ્યો હતો જે કાંકરા, ગોળ, દહીં, બેલગીરીનું પાણી અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. જેના દ્વારા પત્થરો એકસાથે ચોંટી ગયા હતા.
હવે તમે વિચારી રહ્યા હશો કે આ ઈમારતને બનાવવામાં કેટલો ખર્ચ થયો હશે, તો ચાલો તમને જણાવી દઈએ કે એક અનુમાન મુજબ તે સમયે તેને બનાવવામાં ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે આજના સમયમાં ૫૨,૮૦૦ કરોડ રૂપિયા બરાબર છે. તાજમહેલ પારસી અને ઈસ્લામિક કલાનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા ૧૯૮૩માં તેની ભવ્ય આર્ટવર્ક માટે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી હતી.ss1