તાલિબાની ભારતીય દુતાવાસમાં ઘૂસી દસ્તાવેજ લઇ ગયા
કાબુલ, અફઘાનિસ્તાન હવે આતંકવાદનાં ઓછાયા હેઠળ છે, ખૂંખાર તાલિબાનીઓ માનવતાના સૌથી મોટા દુશ્મન છે તે હવે દેશ પર રાજ કરવા જઈ રહ્યા છે. આખા અફઘાનિસ્તાનમાં તબાહીનાં દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે પ્લેનનાં પૈડાંમાં લટકી જવા મજબૂર છે ત્યારે તાલિબાનીઓ હવે ભારતના દૂતાવાસને પણ છોડી નથી રહ્યા.
ભારતમાં પણ તાલિબાનનાં કેટલાક સમર્થકો ખૂલીને સામે આવી ગયા છે અને કહી રહ્યા છે કે તાલિબાને તો ભારતના એક પણ લોકોને માર્યા નથી. એવામાં કાબુલથી એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર તાલિબાનનાં આતંકવાદીઓ કંધાર અને હેરાતમાં ભારતીય દૂતાવાસમાં પહોંચ્યા અને આખા દૂતાવાસમાં ઉથલપાથલ મચાવી હતી.
રિપોર્ટમાં કરાયેલ દાવા અનુસાર તાલિબાનીઓએ ભારતના દૂતાવાસમાં તિજાેરીમાં દસ્તાવેજાે તપાસ્યા હતા અને તે બાદ કાર પણ ઉઠાવી ગયા હતા. કંધારથી મળેલ રિપોર્ટ અનુસાર તાલિબાનના લડાકૂઓએ ભારતીય દૂતાવાસમાં તાળાં તોડી નાંખ્યા અને અંદર દાખલ થઈને દસ્તાવેજાે તપાસ્યા. દૂતાવાસની બહાર પાર્ક વાહનો ઉપાડી ગયા. હેરાતમાં પણ તાલિબાનોએ એજ કામ કર્યું.HS