Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારને અફઘાનિસ્તાનની મહિલાઓની ચિંતાઃ ઔવેસી

હૈદરાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર ભારતીય ઘરેલુ રાજનીતિ પર પણ અસર જાેવા મળી રહી છે. જાેકે ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ ડૉ. શફીકઉર્ર રહમાન બર્ક વિરુદ્ધ તાલિબાનના સમર્થનમાં નિવેદન આપવાનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. બીજી તરફ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એક રિપોર્ટ મુજબ ભારતમાં ૯માથી એક બાળકીનું મોત ૫ વર્ષ કરતા ઓછી ઉંમરમાં થઈ જાય છે. અહીં મહિલાઓ પર અત્યાચાર અને ગુના થાય છે પરંતુ તેઓ (કેન્દ્ર) ચિંતિત છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે. શું તે અહીં નથી થઈ રહ્યું? અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી પાકિસ્તાનને સૌથી વધારે ફાયદો થયો. વિશેષજ્ઞ કહી રહ્યા છે કે અલકાયદા અને ડાએશ અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે આઇએસઆઇ ભારતનું દુશ્મન છે. તમને યાદ હશે કે આઇએસઆઇનું તાલિબાન પર નિયંત્રણ છે. તે તેને કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ પહેલા સમાજવાદી પાર્ટીના સાંસદ ડૉ. શફીકઉર્ર રહમાન બર્કે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તાલિબાન એક તાકત છે અને તેણે અફઘાનિસ્તાનમાં અમેરિકાના પગ જામવા ન દીધા. તાલિબાન હવે પોતાના દેશને પોતે ચલાવવા માગે છે. આપણો દેશ અંગ્રેજાેના કબજામાં હતો તો ભારતીયોએ મળીને લડાઈ લડી હતી. અફઘાનિસ્તાન પર અમેરિકાએ કબજાે કરી રાખ્યો હતો. એ પહેલા આ દેશ પર રાશિયાનો કબજાે હતો. પરંતુ અફઘાન આઝાદ રહેવા માગે છે. તેઓ પોતાના દેશને આઝાદ કરવા માગે છે.

આ તેમનો વ્યક્તિગત મામલો છે તેમાં આપણે શું દખલઅંદાજી કરીશું? હાલમાં જ શાયર મુનવ્વર રાણાએ પણ તાલિબાનનું સમાર્થન કર્યું હતું. તેમનું કહેવું છે કે તાલિબાની લડાકાઓએ કોઈ દેશ પર હુમલો કર્યો નથી પરંતુ તેમણે અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય તાકતના બળ પર જે સરકાર બનાવી હતી તેને ઉખેડી ફેકી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.