તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની મુલાકાત લેતા આમિર ખાન આરએસએસના નિશાના પર
નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્મયમાં તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળવા અને ચીની ઉત્પાદનોના પ્રમોશન કરવાના મામલે બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન પર નિશાન સાધતાં કડક સવાલ પુછયા છે પાંચજન્યમાં ડ્રેગનનો પ્યારો ખાન શીર્ષક હેઠળ લેખમાં આમિર ખાન પર નિશાન સાધવામાં આવ્યું છે લેખમાં કહેવામાં આવ્યુંછે કે આઝાદીથી પહેલા અને બાદમાં સતત દેશભક્તિની લો જગાવનારી ફિલ્મો બનતી રહી પરંતુ પછી સિનેમાને પશ્ચિમી હવા લાગી અને એ નેપ્થ્યમાં ચાલી ગઇ હવે ફરીથી છેલ્લા ચાંર છ વર્ષથી દેશભક્તિની ફિલ્મોનો વણઝાર લાગ્યો પરંતુ બીજી તરફ એવા અભિનેતા અને ફિલ્મકાર છે જેમણે પોતાના દેશથી દુશ્મની પાળનારા ચીન અને તુર્કી જેવા દેશ વધારે પસંદ છે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ ઉમ્માના ખલીફા બનવા આતુર તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અરદુગામની પત્નીની સાથે આમિર ખાનનો ફોટો પ્રચારિત થઇ રહ્યો છે ચીનમાં આમિર ખાનની ફિલ્મો કેમ શાનદાર કારોબાર કરે છે જયારે અન્ય સિતારા અને નિર્માતા નિષ્ફળ થઇ જાય છે આમિર ખાન ચીની વીવો મોબાઇલના બ્રાંડ એબેેસેડર છે જે સુરક્ષા નિયમોની ઉપેક્ષા કરે છે.
આર્ટિકલમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે આમ કેમ છે કે આમિર ખાનની દબંગ ચીનમાં ખુબ કાણી કરપે છે પર તેજ વિષય વસ્તુની સલમાન ખાનની ફિલ્મ સુસ્તાન ધૂળ ચાટે છે જાે આમિર ખાન ખુદને સેકયુલર માને છે તો તુર્કીમાં શુટીંગ કરવાનું કેમ વિચારતા નથી જયારે તે દેશ તો જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનને સમર્થન કરે છે લોકો આમિર ખાનના આ ઇટરવ્યુ ભુલ્યા નથી જેમાં તેમણે કહ્યું હતું કે મારી પત્ની કિરણ રાવને ભારતમાં ડર લાગે છે અને ભારતમાં અસહિષ્ણુતા વધી ગઇ છે. સંધની પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે આમિર એક એવા દેશના નેતાના ઇશારો પર કેમ ચાલી રહ્યાં છે જેના શાસનમાં પત્રકારોને સૌથી વધુ સંખ્યામાં કેદ કરવામાં આવ્યા માનવાધિકારોનું ભંગ સામાન્ય વાત છે અને સોશિયલ મીડિયા પર ગમે ત્યારે પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એ યાદ રહે કે તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીની મુલાકાત બાદ ભારતમાં આમિર ખાનનો ભારે વિરોધ થયો હતો અનેક લોકોએ તેમની આ મુલાકાતનો વિરોધ વ્યકત કર્યો હતો.HS