Western Times News

Gujarati News

દરિયાપુર સીટી મામલતદારની કચેરી નવી તો બનાવી પણ શરૂ ક્યારે કરાશે?

ત્રણ વર્ષ અગાઉ ગ્યાસુદ્દીન શેખે કરેલી વારંવારની રજુઆત બાદ ઓફિસ હજુ શરૂ કરી શકાઈ નથી

(એજન્સી) અમદાવાદ, દરિયાપુર મામલતદારની જર્જરીત કચેરી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વારંવારની રજુઆત બાદ અમદાવાદ મામલતદાર કચેરીનંુ રિનોવેશન તો કરાયુ પણ હજુ ઈલેકટ્રીક જાેડાણ તથા જી-સ્વાનનું જાેડાણ ન મળવાથી ઓફિસ હજુ શરૂ કરી શકાઈ નથી. આથી આ જાેડાણ વહેલામા વહેલી તકે મળી જાય અને કચેરી શરૂ કરવાની ધારાસભ્યે કલેકટરને પણ પાઠવ્યો છે.

આજથી ૩ વષ અગાઉ કલકટર સંકલન સમિતિમાં ધારાસભ્યની વારંવારની રજુઆત અને માંગણી અનુસાર દરિયાપુર મામલતદારની જર્જરીત કચેરીને નવેસરથી બનાવવાની રજુઆત કરવામાં આવી હતી.

જેના પરિણામસ્વરૂપે અમદાવાદ કલેકટરરી દ્વારા નવી ઓફિસ્‌ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેરમાં દરિયાપુર વિધાન સભામાં આવલી સીટી મામલતદાર કચેરીનું કામપૂર્ણ થઈ ગયેલ છે. પરંતુ ઈલેકટ્રીક તથા જીસ્વાન કનેકશનનં જાેડાણ ન થવાથી ઓફિસ ચાલુ કરી શકાઈ નથી. પરિણામે લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

ગરીબ અને મધ્યમ વર્ગની જનતા છેલ્લા ઘણા સમયથી લાસ્ટ બસ સ્ટેન્ડ પાસે, એસઆરપી પોઈન્ટ પાસે, મેઘાણીનગર ખાતે રૂા.ર૦૦થી વધુ રીક્ષાભાડુ ખર્ચીને આવકના દાખલા સહિતના કામો માટે ધક્કા ખાઈ રહ્યા છે.

દરિયાપુર સિટી મામલતદાર કચેરી શરૂ કરવા મુદ્દેે રજુઆત કરતા તંત્ર દ્વારા એક જ જવાબ મળી રહ્યો છે કે ઈલેકટ્રીક કનેકશન અને જીસ્વાનના જાેડાણ માટે અરજી કરવામાં આવી છે અને કનેકશન મળ્યેથી ત્વરીત મામલતદાર કચેરી શરૂ કરવામાં આવશે.પરંતુ કામપૂર્ણ થયુ હોવા છતાં મામલતદાર કચેરી પુનઃ શરૂ કરી શકાઈ નથી.

આથી તાત્કાલિક ઈલેકટ્રીક અને જી સ્વાનનું કનેકશન ઝડપથી પૂર્ણ કરાવવા માટે જે તે જવાબદાર અધિકારીઓને આ જવાબદારી આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.