Western Times News

Gujarati News

યુવાનોની નસોમાં ઝેર ભરવાનો માસ્ટર પ્લાન હતો શાહિદનો

(એજન્સી) અમદાવાદ, આતંકવાદીઓએ તેમના નાપાક ઈરાદા પાર પાડવા માટે દેશમાં ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ કરાવી લાખ્ખો લોકોના જીવ લીધા છે હવે તેમણેે ડ્રોનના ઉપયોગથી પણ હુમલો કરવાનું પણ શરૂ કરી દીધુ છે આતંકવાદીઓ દરેક હુમલામાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. Gujarat: ATS arrested a wanted accused Shahid Kasam Sumra from Delhi Airport in connection with cases involving 530 kg of heroin worth over Rs 2500 crores, pertaining to ATS Gujarat, STF Punjab and NIA on 29th July 2021.

દેશની તાકાત યુવાધન છે. અને તેમની નસોમાં જ ડ્રગ્સનું ઝેર ભરવાનંુ ષડયંત્ર પણ પાકિસ્તાનમાં ઘડાઈ રહ્યુ છે. ગુજરાતની ટીમે રૂા.રપ૦૦ કરડના ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપી શાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા રહસ્યોના ખુલાસા થયા છે.

માંડવીના શાહિદ સુમરાએ તેના પાકિસ્તાની આકાઓ સાથે મળીને દેશમાં ડ્રગ્સ ટેરર ફેલાવવાનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. જેના માટે તેણે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગેે રપ૦૦ કરોડનું ડ્રગ્સ મંગાવ્યુ હતુ. દેશના યુવાનોની નસમાં ઝેર ભરીને લોકોને બરબાદ કરવા માટેના પ્લાન પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધુ છે.

શાહિદ ડ્રગ્સ કેસમાં જ નહીં પણ આતંકવાદી સાથે સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યુ છે. શાહિદ અને તેના આકાના પ્લાન મુજબ ડ્રગ્સ વેચીને આવેલા હજારો કરોડ રૂપિયાની મદદથી આતંકી હુમલા કરવાનો પ્લાન હતો. આતંકવાદીઓ ની એક તીરે બે શિકાર કરવાની ગણતરી હતી.

દેશના યુવાનોને ઝેરના રવાડે ચડાવીને તેમાં કમાયેલા રૂપિયાથી આતંકવાદ ફેલાવવો એવો પ્લાન હતો. શાહિદ દેશના અન્ય યુવકોને પણ જેહાદ તેમજ રૂપિયાની લાલચ આપીને આતંકવાદી બનાવવા માટે પ્રેરીત કરતો હતો. અને નેપાળ સરહદેથી તમને પાકિસ્તાન મોકલવાનું નેટવર્ક પણ ચલાવતો હતો. બાંગ્લાદેશના કેટલાંક યુવકોના સંપર્કમાં સાહિદ આવ્યો હતો. અને ત્યાંથી તેમને નેપાળ બોર્ડર પાર કરાવીને પાકિસ્તાનમાં ં મોકલ્યા હોવાનું પણ સામે આવ્યુ હતુ.

ડ્રગ્સનો કાળો કારોબાર જાેરશોરથી ચાલુ કરે એ પહેલાં જ શાહીદ પાકિસ્તાન જઈ આવ્યો છે અને પ્રોપર ટ્રેનિંગ સાથે તે દેશમાં પરત આવ્યો હતો અને ડ્રગ્સનોે કારોબાર શરૂ કર્યો હતો ડ્રગ્સ કેસની તપાસ દરમ્યાન આરોપીઓએ એકબીજા ની મદદથી અગાઉ કુલ પ૦૦ કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી વહાણમાં લાવી ગુજરાતના જખૌના દરિયામાં વહાણ મારફતે સાત આઠ માઈલ અંદર ડીલીવરી મેળવી હતી. ત્યાબાદ તેને નાની ફાઈબરની બોટમાં પણ લાવી માંડવી ખાતે રહેતો આરોપી રફીક આદમ સુમરા તથા શાહિદ કાસમ સુમરાને આ જથ્થો આપ્યો હતો.

ત્યારબાદ ૩૦૦કિલો હેરોઈનનો જથ્થો આરોપીઓએે શાહિદ કાસમ સુમરા તથા રફીક આદમ સુમરા તથા રાજુ દુબઈએ ત્રણ ફેરામાં સીમરનજીતના કહેવાથી તેના સાગરીતો મંજુર અહેમદ અલીમહમ્મદ મીર તથા કાશ્મીરના નઝીર અહેમદ લાસી મહમ્મદ ઠાકરેએ જીરૂની આડમાં હેરોઈનનો જથ્થો ટ્રાન્સપોર્ટ દ્વારા પંજાબ મોકલ્યો હતો. જે કેસમાં આરોપી શાહિદ કાસમ સુમરા ફરાર થઈગયો હતો.

આમ આરોપી શાહીદ કાસમ સુમરા કુલ પ૩૦ કિલો અંદાજે રૂા.રપ૦૦ કરોડનથી વધુની કિંમતનો ચાર જેટલા હેરોઈન ડ્રગ્સ સિઝર કેસમાં વોન્ટેડ હોવાથી અને ટેરર ફંડીંગ તથા આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાથી બાતમીના આધારે ે ગુજરાત એટીએસે તેને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. શાહિદની ધરપકડ બાદ દેશને બરબાદ કરવામાં પાકિસ્તાનના કયા આકાઓને રસ છે તેનો પણ ઘટસ્ફોટ થાય એવી શક્યતાઓ છે.

શાહિદના સંપર્કમાં કચ્છ સહિત દેશના કોણ કોણ લોકો હતા તે લોકોની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવશ.ે. સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર શાહિદ પાકિસ્તાની એજન્ટો સાથે વાતચીત કરવા માટે સેટેેલાઈટ ફોનનો પણ ઉપયોગ કરતો હતો. આ સિવાય પાકિસ્તાનના પ્રિ-એક્ટીવ સીમકાર્ડ પણ તેની પાસે હોવાની શક્યતા છે. કચ્છની બોર્ડરથી શાહિદ વાકેફ હોવાના કારણે તેણે કેટલી ગુપ્ત ઈન્ફોેર્મેશન પાકિસ્તાનને આપી છે તે પણ તપાસમાં સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.