Western Times News

Gujarati News

દશેરા પર જૈકલીને પોતાના સ્ટાફને કાર ગિફ્ટ કરી

મુંબઈ: બોલીવુડની સનશાઇન ગર્લ જૈકલીન ફર્નાંડીઝ પોતાના પોઝિટિવ વાઇબ્સ સાથે પોતાની આસપાસ દરેકના ચહેરા પર સ્માઇલ લાવવા માટે જાણીતિ છે. હવે જૈકલીન ફર્નાડીઝએ કંઇક એવું કામ કર્યું છે જેને સાંભળીને તમે દિલ ખોલીને પ્રશંસા કરશો.

પોતાના સ્ટાફના એક સભ્યને સરપ્રાઇઝ આપી
જોકે દશેરાના શુભ અવસર પર, જૈકલીન ફર્નાંડીઝે પોતાના એક સ્ટાફ મેંબરને ગિફ્ટ કાર આપી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘દશેરાના શુભ અવસર પર, જૈકલીને પોતાના સ્ટાફના એક સભ્યને સરપ્રાઇઝ આપી જે બોલીવુડમાં ડેબ્યૂ બાદથી તેમની સાથે છે. અભિનેત્રીએ તેમને એક કાર ગિફ્ટ કરી છે.

પોતાના મેકઅપ આર્ટિસ્ટને પણ એક કાર ગિફ્ટ કરી હતી
પરંતુ તે પોતે એ જાણતો નથી કે કારની ડિલીવરી ક્યારે થશે એટલા માટે જૈકલીનએ પોતાના મેકઅપ આર્ટિસ્ટને પણ એક કાર ગિફ્ટ કરી હતી અને તે તમામ પ્રત્યે દયાળુ અને પ્રેમ કરવા માટે જાણિતી છે. અહીં કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં તમે તેમને સેટ પર પૂજા કરતાં જોઇ શકો છો

કારણ કે કારને એક સરપ્રાઇઝ સેટ પર ડિલીવરી કરવામાં આવી હતી. કામની વાત કરીઈ તો જૈકલીને બેક ટૂ બેક જાહેરાત કરી છે જેમાં કિક ૨ બાદ રણવીર સિંહની સાથે તેમની સૌથી તાજેતરની જાહેરાત સરકસ સામેલ છે. સાથે જ અમાંડા સેર્ની સાથે તેમના પોડકાસ્ટ ફિલ્ડ ગુડને લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.