દાહોદ જિલ્લાના ૧૪ જેટલાં વિભાગોના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના બાબતે બેઠક કરી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લા ખાતે વિવિધ વિભાગોના ૧૪ જેટલાં હોદ્દેદારો ની મિટિંગ કરવમાં આવી અને તમામ મંડળો ભેગા થઇ એક સંયુક્ત કર્મચારી મંડળની રચના કરવામાં આવી જેમાં જેમાં પ્રમુખ તરીકે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારાની સર્વસહમતીથી વરણી કરવામાં આવી.
મહામંત્રી તરીકે નીલકંઠ ભાઈ મહામંત્રી માધ્યમિક વિભાગ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ અને દેવગઢ બારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર અને કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્રસિંહ રાઠોડની દાહોદ જિલ્લા કર્મચારી મોરચાના સેક્રેટરી તરીકેની નિમણુંક આપવામાં આવી
કર્યાધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ પરમાર ઉચ્ચ.માધ્યમિક વિભાગની નિમણુંક કરવામાં આવી મંત્રી તરીકે શૈલેષભાઈ એડ નાયબ મામલતદાર ખજાનચી તરીકે સહ મંત્રી તરીકે નાયબ મામલતદાર શૈલેષભાઇ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી વિલશનભાઈ જીલ્લા પંચાયત તથા અન્ય હોદ્દેદારોની પણ સર્વ સહમતીથી વરણી કરવામાં આવી
તેમજ આગામી તારીખ ૧૪ એપ્રિલ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિતે બંધારણ જૂની પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું..