દાહોદ નગરના કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલા વિસ્તારમાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ
દાહોદ, દાહોદ નગરમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારમાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ મારી દેવાયું છે. ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન, કપડાની દુકાન અને અન્ય એક દુકાનને નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા આજ રોજ સીલ મારવામાં આવ્યું છે.
ગોદી રોડ વિસ્તારમાં આવેલી ન્યુ વેરાયટી પાન કોર્નર, સતીષભાઇ ગોવિંદભાઇ રામ સ્ટોર અને ટ્રેઝર નામની ત્રણ દુકાનો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવી હોવા છતાં દુકાન માલિકોએ બેદરકારી દાખવીને દુકાન ચાલુ રાખી હતી. જેને નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ સીલ મારવામાં આવ્યું છે.