દિલ્હીમાં ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે પાકિસ્તાન જિંદાબાદના નારા ગૂંજ્યા
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે શનિવારે અને રવિવારે મધરાત્રે કેટલાક લોકો દ્રારા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં હડકંપ મચી ગયો. આ અંગેની સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.
તમને જણાવી દઇએ કે શનિવાર અને રવિવારની મધરાત્રિએ લગભગ ૧ વાગે દિલ્હી પોલીસની પીસીઆર ગાડીને કોલ કરવાની સૂચના આપી કે ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે કેટલાક લોકોએ પાકિસ્તાન જિંદાબાદ નારા લગાવ્યા છે. ત્યારબાદ દિલ્હી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.