Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં યુવતી એક દિવસ માટે CM બની

ખુદ રાજ્યના મુખ્યમંત્રી રાવતની આ અંગે જાહેરાત કરી હતી-અનિલ કપૂરની નાયક ફિલ્મની પટકથાની યાદ તાજી થઇ

અમદાવાદ, ૬ દહેરાદૂનઃ અનિલ કપૂરની ફિલ્મ નાયક તમને યાદ જ હશે જેમાં તે એક દિવસ માટે રાજ્યનો મુખ્યમંત્રી બને છે અને તમામ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીથી લઈને નેતાઓ પર તવાઈ વરસાવે છે અને ભ્રષ્ટ સરકારી સિસ્ટમનો ઉકરડો સાફ કરે છે. હવે આ ફિલ્મની પટકથાની જેમ ઉત્તરાખંડમાં એક ૧૯ વર્ષની છોકરી એક દિવસ માટે સીએમ બની હતી. ખુદ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ અંગે જાહેરાત કરી હતી.

રવિવારના દિવસે આજે નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નિમિત્તે હરિદ્વારની સૃષ્ટી ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડ રાજ્યની સીએમ બનશે. મુખ્યમંત્રી રાવત વિધાનસભામાં બાળ વિધાનસભા સત્ર દરમિયાન સૃષ્ટિને આ જવાબદારી સોંપશે. જે બાદ એક દિવસમાં સૌ પ્રથમ સૃષ્ટિ રાવત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, હોમ સ્ટે વગેરેની સમીક્ષા કરશે. આ દરમિયાન જુદા જુદા વિભાગના ડઝન જેટલા અધિકારીઓ સૃષ્ટી સમક્ષ પોતાના વિભાગની કામગીરીનું પ્રેઝન્ટેશન કરશે. સૃષ્ટિ ખુદ પણ બાળ વિભાગનું પ્રેઝન્ટેશન આપશે.

૧૯ વર્ષની સૃષ્ટી હરિદ્વારના દૌલતપુર ગામની રહેવાસી છે અને રુડકીમાં  પીજી કોલેજમાં એગ્રિકલ્ચરના ૭માં સેમેસ્ટરની વિદ્યાર્થીની છે. તેના પિતા પ્રવીણ પુરી ગામમાં એક નાનકડી દુકાન ધરાવે છે જ્યારે માતા આંગણવાડી કાર્યકર્તા છે.

સૃષ્ટિ ગોસ્વામીને આ પહેલા ૨૦૧૮માં બાળ વિધાનસભા માાટે ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં તેણે ગર્લ્સ ઇન્ટરનેશનલ લીડરશિપ કાર્યક્રમમાં થાઈલેન્ડમાં ભારતની આગેવાની કરી હતી. તે બે વર્ષથી આરંભ નામથી યોજના ચલાવી રહી છે. જેમાં વિસ્તારના ગરીબ બાળકોને ખાસ કરીને છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ ગોસ્વામી કહે છે, “મને હજુ વિશ્વાસ થતો નથી કે આ સાચું છે. હું અભિભૂત છું. જાેકે હું એ પણ સાબિત કરવાની કોશિશ કરીશ કે યુવાનો લોકકલ્યાણનાં કામોમાં ઉત્તમ કામગીરી પ્રદાન કરી શકે છે.”
તો આયોગનાં ચૅરપર્સન ઉષા નેગીએ કહ્યું, “આ બાબતે વિધાનસભામાં અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૃષ્ટિ અમારી સાથે કેટલાક સમયથી કામ કરી રહી છે અને અમે તેની ક્ષમતાઓથી સારી રીતે વાકેફ છીએ.”

“આવું કરવાનો અમારો હેતુ છોકરીઓને સશક્ત કરવાનો છે.” બીજી તરફ ઉત્તરાખંડમાં મહિલા સશક્તીકરણ અને અધિકારો માટે કામ કરનાર સંગઠનો અને ઍક્ટવિસ્ટોએ સૃષ્ટિને પ્રતીકાત્મક રીતે એક દિવસનાં મુખ્ય મંત્રી બનાવવાના પગલાનું સ્વાગત તો કર્યું છે પરંતુ તેમની પાસે કેટલાક પ્રશ્નો પણ છે.

કુમાઊ વિશ્વવિદ્યાલયના ડીએસબી કૅમ્પસમાં છાત્રસંઘનાં પ્રથમ મહિલા મહાસચિવ રહી ચૂકેલાં ભારતી જાેશી કહે છે, “પ્રતીકાત્મક રીતે મહિલાઓના સશક્તીકરણના આવા પ્રયાસ જરૂરી છે પરંતુ વાસ્તવિક જગ્યાઓએ મહિલાઓનું વાસ્તવિક સશક્તીકરણ એક મોટો પડકાર છે.” તેમણે અંતે કહ્યું કે, “ઉત્તરાખંડના નિર્માણ બાદ પાછલાં ૨૦ વર્ષોમાં નવ મુખ્ય મંત્રી સત્તા ભોગવી ચૂક્યા છે. તેમ છતાં કોઈ મહિલાના નામની આ પદ માટે ચર્ચા સુદ્ધાં નથી થતી. જ્યારે ઉત્તરાખંડના પહાડોનો અસલ ભાર મહિલાઓના ખભા પર છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.