દિલ્હી સામે રોમાંચક જીત સાથે રાજસ્થાન ટોચ પર
નવી દિલ્હી, જાેસ બટલરની વિસ્ફોટક સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી Rajsthan Royals IPL-T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં શુક્રવારે Delhi Capitals વિરુદ્ધ ૧૫ રને વિજય નોંધાવ્યો હતો. IPL-2022માં શુક્રવારે દિલ્હીએ ટોસ જીતીને RRને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
જાેસ બટલર અને દેવદત્ત પડિક્કલની રાજસ્થાનની ઓપનિંગ જાેડીએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેની મદદથી ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૨૨ રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. બટલરે ૬૫ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા હતા જ્યારે પડિક્કલે ૫૪ રનની ઈનિંગ્સ રમી હતી.
૨૨૩ રનના વિશાળ લક્ષ્યાંક સામે દિલ્હીના બેટરનું પ્રદર્શન સારું રહ્યું હતું પરંતુ વિજય અપાવવા પૂરતું ન હતું. દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૭ રન નોંધાવી શકી હતી. આ સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ ધરાવતી ત્રીજી ટીમ બની છે.
રાજસ્થાને સાત મેચમાં પાંચ વિજય અને બે પરાજય મેળવ્યા છે. આ વિજય સાથે રાજસ્થાનની ટીમ ગુજરાત ટાઈટન્સને પાછળ રાખીને પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ૨૨૩ રનના વિશાળ લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી દિલ્હી ટીમને પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જાેડીએ અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી હતી. આ જાેડીએ ૪.૩ ઓવરમાં ૪૩ રન ઝૂડી નાંખ્યા હતા.
જાેકે, સેટ થયા બાદ આ બંને બેટર આઉટ થઈ ગયા હતા. તેઓ સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવી શક્યા ન હતા. શોએ ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૭ રન ફટકાર્યા હતા. જ્યારે વોર્નરે ૧૫ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૮ રનની ઈનિંગ્સ રમી હતી.
સરફરાઝ ખાન એક રન નોંધાવીને આઉટ થયો હતો. સુકાની રિશભ પંતે પણ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તે પણ સેટ થયા બાદ આઉટ થઈ ગયો હતો. રિશભ પંતે ૨૪ બોલમાં ૪૪ રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
લલિત યાદવે ૨૪ બોલમાં ૩૭ રન નોંધાવ્યા હતા. જ્યારે રોવમેન પોવેલે ૧૫ બોલમાં પાંચ સિક્સરની મદદથી ૩૬ રન ફટકાર્યા હતા પરંતુ તેમના પ્રયાસો ટીમને વિજય અપાવવા પૂરતા ન હતા.
રાજસ્થાન માટે પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ, રવિચંદ્રન અશ્વિને બે તથા ઓબે મેકકોય અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી. દિલ્હી ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર બેટિંગ કરતા ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો.SSS