Western Times News

Gujarati News

દિશાએ મોતના એક દિવસ પહેલા રશ્મિ સાથે વાત કરી

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની જેમ તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મોત પણ રહસ્ય બની રહ્યું છે. સુશાંતના મૃત્યુના થોડા દિવસ પહેલા દિશાએ સુસાઇડ કર્યું હોવાના સમાચાર આવ્યા હતા. ૮ જૂને દિશા અને ૧૪ જૂને સુશાંતના મોત પછી લોકોએ આ બંને ઘટનાને એકબીજા સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. હવે ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ જણાવ્યું છે કે તેણે ૭ જૂને દિશા સાથે વાત કરી હતી. બંને ઓક્ટોબરમાં સાથે મળીને બહાર ફરવાની યોજના બનાવી હતી. રશ્મિ દેસાઈએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે તે દિશાની ખૂબ નજીક હતી.

પરંતુ ૮ જૂનના રોજ થયેલી પાર્ટી વિશે તેને કશું જ ખબર નથી. રશ્મિએ કહ્યું કે તે ૭-૮ મહિનાથી દિશાના સંપર્કમાં નહોતી. ૭ જૂને એ બંને વચ્ચે ૫ મિનિટ ફોન પર વાતચીત થઈ હતી. રશ્મિએ એમ પણ કહ્યું કે આ દરમિયાન ઓક્ટોબરમાં તેમણે સાથે મળીને સિમલા જવાનું પણ વિચાર્યું હતું. આ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ કહ્યું હતું કે દિશા એક મિત્ર સાથે હાઈપ્રોફાઇલ પાર્ટીમાં ગઈ હતી.

એવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે કે દિશા સાથે તે પાર્ટીમાં જનાર તેની મિત્ર રશ્મિ જ હતી. જોકે, રશ્મિએ કોઈ પણ પાર્ટી વિશે જાણતી હોવાનો ઇનકાર કર્યો છે. રશ્મિએ કહ્યું હતું કે દિશાની મૃત્યુના એક દિવસ પહેલા જ બંનેએ ફોન પર વાત કરી હતી. તે સમયે બંનેએ ર્નિણય લીધો હતો કે તેઓ ફોન પર લાંબી વાત નહીં કરી શકે તેથી પછીથી મળવાની યોજના બનાવી હતી. પરંતુ બીજા જ દિવસે તેને દિશાના મૃત્યુના સમાચાર મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.