Western Times News

Gujarati News

દુણેઠા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

(તસ્વીરઃ- અશોક જાષી, વલસાડ)

વલસાડ : સંઘપ્રદેશ દમણના દુણેઠા ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં દુણેઠા કોમ્યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો સાથે જાહરેનીતિની પહેલ અને ગ્રામજનોના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. ગ્રામસભામાં પોષણ અભિયાન,જળશક્તિ જાગરૂકતા, પંચાયત વિસ્તારમાં ખાસ સ્વચ્છતા , ઓ.ડી.એફ. સ્થિરતા, આયુષમાન ભારત યોજનાના અમલીકરણ, આદર્શ ગ્રામ પંચાયતની પ્રવૃત્તિઓ અને વિકાસના કામો જાહેર હિતના અન્ય મહત્વના મુદ્દાઓ, ગ્રામસભામાં સભ્યોનો સમાવેશ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

તદ્‌ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં કામો મંજુર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગ્રામસભા દરમિયાન પંચાયત તરફથી ગ્રામજનોને વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે નોડલ ઓફિસર તરીકે દાનિક્સ અધિકારી કુલદીપ સિંહ, સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી પ્રશાંત પી. જાની, જી.પં. સભ્ય સવિતાબેન નાનુભાઈ પટેલ, પંચાયતના ચુંટાયેલા સભ્યો રસિલાબેન, ધર્મિષ્ઠાબેન, અમિતોન, ઈશ્વર છીબકા, હરિશ ભાનુશાલી, કેતનભાઈ, પંકજભાઈ, નીતિનભાઈ તથા દુણૈઠાના સામાજીક કાર્યકર ભરતભાઈ લાલાભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.