Western Times News

Gujarati News

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસની સારવાર તદ્દન નિઃશુલ્ક

(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
નડીયાદ : મનુષ્ય જીવનમાં તંદુરસ્તી ખૂબ જ અગત્યની છે. વ્યÂક્ત સાજા હોય તો તે શારીરિક, નડિયાદ શુક્રવારઃ માનસિક અને આર્થિક રીતે ખૂબ જ ખુશીથી જીવન જીવી શકે છે. પરંતુ જ્યારે માનવીને ગંભીર બિમારી લાગુ પડે તો તે માનસિક રીતે હતોત્સાહ થવાની સાથે આર્થિક રીતે પણ પડી ભાંગે છે. એમાંય કીડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે.

પરંતુ કીડનીના દરદીઓએ ડાયાલીસી માટે કરાવ પડતા મોંઘા ખર્ચાઓનો ઉપાય સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે. નડિયાદની સિવિલ હોસ્પિટલમાં કીડનીના દર્દીઓને મફતમાં ડાયાલીસીસની સારવાર કરી જરૂરિયાત મંદો અને સામાન્યમાં સામાન્ય તથા છેવાડાના માનવીની વ્હારે આવી છે. નડિયાદની કીડની હોÂસ્પટલે જુન-ર૦૧૯ સુધીમાં પ૪રરપ ઉપરાંત કીડનીના ગંભીર રોગના દરદીઓનું વિનામૂલ્યે ડાયાલીસીસ કરી રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની આરોગ્યલક્ષી સેવાઓની સંવેદનાઓની પ્રતિતિ કરાવી છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે સપ્ટેમ્બર-ર૦૧૪મ માત્ર ૭ ડાયાલીસીસ યુનિટથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દરીદીઓનો ધસારો થતા વધુ ૧ર યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્માંપિટલમાં ૧૯ અદ્યતન મશીનો સાથેનું સુવિધા સજ્જ સંપૂર્ણ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ યુનિટમાં સવારના ૭-૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્યા સુધી દરદીઓને સારવાર આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં જૂન-ર૦૧૯ સુધીમાં પ૪રરપ દરદીઓની ડાયાલીસીસની સારવાર કરવામાં આવી છે. જે દરદી પાસે મા કાર્ડ હોય તેવા દરદીને દર ડાયાલીસીસ દીઠ ઘરે જવા માટે રૂ. ૩૦૦/- સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. ડાયાલીસીસની મોંઘી સારવાર પાછળ રાજ્ય સરકારે અંદાજે રૂ. ૧૬ કરોડ જેટલો માતબર ખર્ચ કરેલ છે.

ભરતભાઈએ જણાવ્યું કે ડાયાલીસીસના દર્દીઓને ડાયાલીસીસ માટે ચાર કલાક મશીન પર રાખવા પડે છે, ત્યારબાદ બીજા દરદીની સારવાર કરવામાં આવે છે. ડાયાલીસીસના દરદીને ડાયેટીશીનના માર્ગદૃશન અનુસાર હાઈ પ્રોટીનના નાસ્તા આપવામાં આવે છે. દરદીને હિપેટાઈટીસ બી ની રસી તથા દવછાઓ પણ મફત આપવામાં આવે છે. દરેક દરદીની ચકાસણી યુનિટમાં રોજના અંદાજે ખેડા જીલ્લા ઉપરાંત જીલ્લા બહારના તેમજ રાજય બહારના દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાયાલીસીસની મોંઘી કીટ દરેક દરદી દીઠ અલાયદી વાપરવામાં આવે છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં નાના બાળકની લઈ ઉંમર લાયક દરદીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે. દરેક દરદીને તેમના રોગની માત્રા મુજબ અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલીસીસ કરવાની જરૂરિયાત રહે છે.

ભરતભાઈ જણાવે છે કે જા ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવામાં આવે તો એક ડાયાલીસીસ દીઠ દરદીને રૂ. ૩પ૦૦ જેટલો માતબર ખર્ચ થાય છે. આમ એમ દરદીને મહિને સરેરાશ ૩પ,૦૦૦ જેટલો ખર્ચ થાય છે. સિવીલ હોસ્પીટલમાં ડાયાલીસીસ સંપૂર્ણ નિઃશુલ્ક થતા દરદીને ખુબ મોટી આર્થિક રાહત મળે છે.

આમ કીડીનીના દરદીને દર વર્ષે અંદાજે ૪ લાખ ઉપરાંતનો ડાયાલીસીસનો ખર્ચ બચે છે. સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ડાયાલીસીસ થતા દરદીઓની માતબર રકમ રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને કારણે બચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.