દેશમાં એક વર્ષમાં કુલ ૧,૩૯,૧૨૩ લોકોએ આત્મહત્યા કરી લીધી છે
નવીદિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીબી)એ હાલમાં ક્રાઇમના આંકડા જાહેર કર્યા છે જેમાં ૨૦૧૯માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ૩૬ જવાનોએ આત્મહત્યા કરી છે છ વર્ષમાં આવી ૪૩૩ ઘટના બની છે એનસીબીના આંકડામાં જણાવાયું છે કે છ વર્ષ દરમિયાન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળના ૪૩૩ કર્મચારીઓ આત્મહત્યા કરી છે વર્ષ ૨૦૧૮માં સૌથી ઓછા ૨૮ એવા મામલા દાખલ કરવામાં આવ્યા છે જયારે ૨૦૧૪માં સૌથી વધારે ૧૭૫ મામલા સામે આવ્યા છે.
વર્ષ ૨૦૧૭માં એવી ઘટનાઓની સંખ્યા ૬૦ હતી જયારે ૨૦૧૬માં ૭૪ અને ૨૦૧૫માં ૬૦ હતાં આમાં ગૃહ મંત્રાલયના મેનેજમેન્ટના નિયંત્રણમાં આવનારી સીએપીએફમાં સાત કેન્દ્રીય સુરક્ષા દળોનો સમાવેશ થયો છે જેમાં આસામ રાઇફલ્સ ઉપરાંત સુરક્ષા દળ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભારત તિબેટ સીમા પોલીસ સશસ્ત્ર સીમા દળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.
એનસીઆરબીનું કહેવુ છે કે સીએપીએફમાં ૯૨૩૮૦૦ કર્મી હતાં જે સરહદની સુરક્ષા ઉપરાંત આંતરિક સુરક્ષા જાળવવા તથા હેરકાયદેસરની ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજય સરકારને મદદ કરવામાં મહત્વનો ફાળો આપે છે.
સૌથી વધુ આપધાત દૈનિક વેતન કામદારો કરે છે ૨૦૧૯માં સૌથી વધુ ખેડૂત અને દૈનિક વેતન કામદારોએ આપધાત કર્યો છે ૨૦૧૯માં લગભગ ૪૩ હજાર ખેડૂત અને દૈનિક વેતન કામદારોએ આપધાત કર્યો છે.
આંકડા અનુસાર ૨૦૧૯માં ૧૦૨૮૧ કૃષિ ક્ષેત્રે જાેડાયેલા લોકોએ આપધાત કર્યો છે જેમાં ૫૯૫૭ ખેડૂતો અને ૪૩૨૪ ખેત મજુરોનો સમાવેશ થાય છે જયારે ૨૦૧૯માં ૩૨૫૬૩ દૈનિક વેતન કામદારોએ આપધાત કર્યો છે ૨૦૧૯માં દેશભરમાં કુલ ૧,૩૯,૧૨૩ લોકોએ આપધાત કર્યો છે આપધાત કરનારા ખેડૂતોમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રના છે.