દોઢ વર્ષમાં છ સાંસદ અને ૧૪ ધારાસભ્યોએ ટીએમસી છોડી

કોલકતા: બંગાળમાં થોડા મહીના બાદ વિધાનસભા ચુંટણી થનાર છે અને ચુંટણીની તૈયારીઓ વિવિધ પક્ષોએ ખુબ સમય પહેલાથી જ શરૂ કરી દીધી છે રાજયમાં રાજનીતિ સમીકરણોમાં એ રીતે પરિવર્તન આવ્યું છે કે માત્ર દોઢ વર્ષમાં ટીએમસીના કુલ છ સાંસદ અને ૧૪ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. તેમાં ચાર સાંસદ અને ૧૪ ધારાસભ્ય ભાજપમા સામેલ થઇ ગયા છે હાલ બે સાંસદ ભાજપમાં સામેલ થયા નથી ટીએમસી છોડવાની કડીમાં સૌથી નવું નામ પશ્ચિમ બંગાળના સાંસદ દિનેશ ત્રિવેદીનું જાેડાયુ છે
બંગાળમાં ટીએમસીના દિગ્ગજ નેતાઓના ભગવા રંગમાં રંગાઇ જવાની શરૂઆત વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીના કેટલાક મહિના પહેલા શરૂ થઇ હતી સૌથી પહેલા મુકુલ રોય ભાજપમાં સામેલ થયા ત્યારબાદ અનુપમ હાજરા સૌમિત્ર ખાન વગેરે સાંસદ ભાજપમાં સામેલ થયા આ દરમિયાન અર્જૂનસિંહ પણ ભાજપમાં સામેલ થયા અને તેમને ઇનામ લોકસભા ચુંટણીમાં સાંસદ બનાવી મળી ગયું
હવે બંગાળમાં વિધાનસભા ચુંટણી ૨૦૨૧ને લઇ દાવપેચ શરૂ થઇ ગયા છે શરૂઆતી આંકડામાં ભાજપે બાજી મારી લીધી હોય તેવું નજરે પડી રહ્યું છે કારણ કે તે અત્યાર સુધી ટીએમસીના એક સાંસદ અને ૧૩ ધારાસભ્યોને પોતાના જુથમાં સામેલ કરાવી ચુકી છે.
અત્યાર સુધી ટીએમસીમાં સુવેન્દુ અધિકારી,શીલભદ્ર દત્તા વગેરે નેતાઓએ ભાજપમાં જવાનું પસંદ કર્યું છે તેમાં સાંસદ સુનીલ મંડલ ઉપરાંત ધારાસભ્ય મિહિર ગોસ્વામી અરિંદમ ભટ્ટાચાર્યા રાજીવ બેનર્જી તાપસી મંડલ સુદીપ મુખર્જી સૈકત પાંજા અશોક ડિંડા દીપાલી બિસ્વાસ શુક્ર મુંડા શ્પાંપદા મુખર્જી બનશ્રી મૈતી અને વિસ્વજીત કુંડુ પણ ભાજપમાં સામેલ થયા છે.
એ યાદ રહે કે પૂર્વ રેલ મંત્રી અને ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજયસભામાં રાજીનામુ આપી પશ્ચિમ બંગાળની રાજનીતમાં એકવાર ફરી સનસનાટી ફેલાવી દીધી છે. તેને વિધાનસભા ચુંટણી પહેલા મમતા બેનર્જી માટ મોટો આંચકો માનવાાં આવી રહ્યું છે. કહેવાય છે કે તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે. ત્રિવદી ઉપરાંત ટીએમસી નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તી પણ રાજયસભાના સાંસદ તરીકે રાજીનામુ આપી ચુકયા છે.
એ યાદ રહે કે પતઝડની જેમ દિગ્ગજ નેતાઓના ભાજપમાં સામેલ થવાની વચ્ચે મમતા બેનર્જીને કેટલાક રાહત પણ મળી છે. હકીકતમાં ધારાસભ્ય જીતેન્દ્ર તિવારી રાજીનામુ આપી ૪૮ કલાક બાદ ટીએમસીમાં પાછા ફર્યા હતાં જયારે સાંસદ શતાબ્દી રોયે પણ ટીએમસીમાં જ રહેવાની જાહેરાત કરી આ ઉપરાંત સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ભાજપ છોડી ટીએમસીમાં સામેલ થયા
ભાજપના બંગાળના પ્રભારે કૈલાશ વિજયવર્ગીય ૪૦થી વધુ ટીએમસી ધારાસભ્ય પોતાના સંપર્કમાં હોવાનો દાવો કરી રહ્યાં છે. હવે ત્રિવેદીના રાજીનામા બાદ આ દાવાને વેગ મળે છે. જયારે મમતા બેનર્જીની પરેશાનીમાં વધારો થઇ રહ્યો છે જાે કે તેઓ કહે છે કે જેને જવું હોય તે જાય પાર્ટીને કોઇ ફર્ક પડશે નહીં