દ્રશ્યમ અને મદારી ફિલ્મના નિર્દેશક નિશિકાન્તનું નિધન
હૈદરાબાદ, દ્રિશ્યમ અને મદારી જેવી ફિલ્મના નિર્દેશક નિશિકાન્ત કામતનું લાંબી માંદગી બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ ૫૦ વર્ષના હતા. કામતને લીવર સોરાયસીસની બીમારી હતી અને તેઓ ઘણાં વખતથી તેની સારવાર લઈ રહ્યા હતા. એક્ટર અજય દેવગણ અને રિતેશ દેશમુખે ટ્વીટર પર તેમને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, અમે અમારા દોસ્તને ગુમાવી દીધો છે. દ્રિશ્યમ ફિલ્મમાં કામ કરનાર અજય દેવગણે લખ્યું હતુંકે, મારો નિશિકાન્ત સાથે ફક્ત દ્રશ્યમ પૂરતો સંબંધ નહોતો. નિશિકાન્ત એકદમ બ્રાઈટ માણસ હતા. હંમેશા હસતા રહેતા. એ બહુ વહેલા જતા રહ્યા. અગાઉ, હોસ્પિટલમાંથી જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું હતું કે, કામત હાલમાં વેન્ટીલેટર સપોર્ટ પર છે અને તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે. સપ્તાહ અગાઉ હોસ્પિટલે કહ્યું હતું કે ફિલ્મ મેકર ક્રિટિકલ છે પણ સ્થિત હાલતમાં છે. કામતને ૩૧મી જુલાઈએ હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક દ્રિશ્યમ બદલ તેમને ખાસ્સી પ્રશંસા થઈ હતી. તેમણે મદારી અને મુંબઈ મેરી જાન નામની ફિલ્મો પણ બનાવી હતી. આ બંનેમાં ઈરફાન સાથે તેમણે કામ કર્યું હતું. કામત એક સારા અદાકાર પણ હતા. તેમણે રોકી હેન્ડસમ અને ભાવેશ જોશી નામની ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી.SSS