Western Times News

Gujarati News

ડેપસાંગ, ગોગરામાંથી સૈનિકો હટાવવા ચીનનો સ્પષ્ટ ઈનકાર

નવી દિલ્હી, ભારત સાથે સૈન્ય મંત્રણા પછી પણ ચીન લદ્દાખ સરહદેથી પીછેહઠ કરવા માટે તૈયાર નથી. ફિંગર એરિયા, ડેપસાંગ અને ગોગરામાંથી ચીને તેની સેના પાછી ખેંચી નથી. જોકે, તેમ છતાં તેણે ભારતની સાથે સૈન્ય સ્તરની મંત્રણાઓ જારી રાખી છે. ચીનના આ અક્કડ વલણને લઈને ભારતના રાજકીય અને સેનાના વડાઓ આગળની રણનીતિ અંગે ગંભીર વિચારણા કરી રહ્યા છે. ચીની સૈનિકો ફિંગર એરિયામાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી મોજૂદ છે અને બંકર નિર્માણ કરીને તેમણે અહીં પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. સમાચાર સંસ્થા એએનાઈના રિપોર્ટ પ્રમાણે, એક તરફ ચીનના સૈનિકો લદ્દાખ સહિતના એરિયામાં તેમની હાજરી અને સ્થિતિ મજબૂત બનાવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય નેતાઓ ચીન સાથે આ મામલે ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગયા છે.

ચીને જ્યારે કઠોર વલણ અપનાવેલું છે ત્યારે તેની સાથે કેવી રીતે પેશ આવવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ભારતીય સૈનિકો પણ સામેલ રહેવાના છે. ચીનના દૌલતબેગ ઓલ્ડીમાં મેજર જનરલ સ્તરની મંત્રણા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. આ મંત્રણા દરમિયાન ભારતીય અધિકારીઓએ ચીનને કહ્યું હતું કે, ચીન પેટ્રોલિંગ પોઈન્ટ ૧૦,૧૧, ૧૨ અને ૧૩ પર ભારતીય પેટ્રોલમાં અવરોધ ઊભો કરવાનું બંધ કરી દે. ભારત અને ચીનની સેના આ પોઈન્ટ પર છેલ્લા કેટલાક મહિનાઓથી સામસામે આવી ગયેલી છે. ચીન હજુ પણ ભારતના આ પ્રદેશમાંથી પાછીપાની કરવા માટે તૈયાર નથી. ચીને એવી માગણી કરી છે કે ભારતે દૌલતબેગ ઓલ્ડી અને પૂર્વીય લદ્દાખ સેક્ટરમાંથી તેની સેના પાછી ખેંચી લેવી જોઈએ. દૌલતબેગ ઓલ્ડી સેક્ટરમાં ચીને ભારી માત્રામાં સૈનિકો ખડકી દીધા છે. એટલું જનહીં, આ સૈનિકો પાસે ખતરનાક હથિયાર અને બખ્તરબંદ ગાડીઓ પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.