Western Times News

Gujarati News

AM/NS ઈન્ડિયાએ ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ પહેલને આગળ વધારવા પ્રોટીયન સાથેની ભાગીદારી રિન્યૂ કરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

મુંબઈ, 12 માર્ચ, 2024 – આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનાં સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)એ ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લીડર અને અગ્રણી પ્રોટીન ઇગવ ટેક્નોલોજીસ સાથે તેનો સહયોગ રિન્યૂ કરીને શિક્ષણમાં લિંગ સમાનતાને વેગ આપવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ArcelorMittal Nippon Steel (AM/NS) India renews partnership with Protean to advance ‘Beti Padhao’ scholarship initiative.

સમગ્ર ભારતમાં ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ પહેલને આગળ વધારવા માટે મુંબઈમાં પ્રોટીયનના હેડક્વાર્ટર ખાતે ગુરૂવારે (7 માર્ચ)ના રોજ એમઓયુ કરવામાં આવ્યો હતો.

એએમ/એનએસ ઈન્ડિયા દ્વારા માર્ચ, 2022માં શરૂ કરવામાં આવેલી ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ પહેલે અત્યાર સુધી છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઓડિશાની લગભગ 650 વંચિત યુવા મહિલાઓના જીવન પર હકારાત્મક અસર કરી છે.

આ એમઓયુ પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમમાં એએમ/એનએસ ઈન્ડિયાના લીડર્સ હાજર રહ્યા હતા, જેમાં એચઆર અને એડમિનનાં ડેપ્યુટી ડિરેક્ટર શ્રી કેઇજી કુબોટા અને સીએસઆરના હેડ ડો. વિકાસ યાદવેન્દુ તેમજ પ્રોટીયનના ડબ્લ્યુટીડી અને સીઓઓ શ્રી જયેશ સૂળે ઉપસ્થિત રહ્યા હતાં.

AM/NS ઈન્ડિયા આ પહેલ દ્વારા વંચિત મહિલાઓને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે આગળ આવે છે, જે આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ઇન્સ્પાયર ઇન્ક્લુઝનને સાર્થક કરે છે. દેશભરના વિદ્યાર્થીઓને ટેક્નિકલ, મેડિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, અંડરગ્રેજ્યુએટ એજ્યુકેશન તથા નેશનલ અને સ્ટેટ સ્પોર્ટ્સ સહિત વિવિધ શૈક્ષણિક લક્ષ્યાંકોને આગળ વધારવા માટે સ્કોલરશિપની અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જે તેમની લાયકાતના માપદંડોને આધીન રહેશે.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના એચઆર અને એડમિન ડેપ્યુટી ડિરેક્ટર શ્રી કેઈજી કુબોટાએ જણાવ્યું હતું કે, “અમારી ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ વંચિત વર્ગના વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓ હાંસલ કરવામાં મદદ કરીને અર્થપૂર્ણ તફાવત લાવે છે અને તેના પગલે સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ઉચ્ચ સિદ્ધિ મેળવનારી યુવા મહિલાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચમાં વધારો એ શિક્ષણમાં લૈંગિક પૂર્વગ્રહને દૂર કરવાના આપણા રાષ્ટ્રના ઉદ્દેશ્યમાં મોટો ફાળો આપશે. આ પહેલ સ્માર્ટ સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”

સ્કોલરશિપની પ્રોસેસનું નિરીક્ષણ કરવાની કામગીરી સંભાળતી પ્રોટીયન વિદ્યાસારથી એપ્લિકેશન વેલિડેશન, સ્કોલરશિપ એવોર્ડ્સ અને ફંડ વિતરણનું કામ સંભાળશે.

પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર ગોપા કુમારે જણાવ્યું હતું કે “અમે વંચિત કન્યાઓ માટે શિક્ષણને આગળ વધારવા માટે સમર્પિત આ પ્રભાવશાળી પહેલમાં એએમ/એનએસ ઈન્ડિયા સાથેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરતા ખૂબ જ સન્માનિત છીએ. પ્રોટીયન વિદ્યાસારથી પ્લેટફોર્મ મોટા કોર્પોરેટ્સને તેમના સીએસઆર ખર્ચ વડે સાચાં અર્થમાં સામાજિક અસર ઊભી કરવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રોટીયનના સામાજિક અને નાણાંકીય સમાવેશના મિશન સાથે એકીકૃત રીતે જોડાય છે કારણ કે અમે ‘બિલ્ડિંગ ફોર બિલિયન્સ’ ના માર્ગ પર આગળ વધીએ છીએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.