ધનસુરા ની ACE ઈન્ટરનેશનલ સ્કૂલ માં 5 દિવસ કલર્સ ડે ની ઉજવણી કરાઈ
ધનસુરા:ધનસુરા ની ACE ઈન્ટરનેશનલ સ્કૂલ માં 5 દિવસ વિવિધ કલર્સ ડે ના ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તારીખ ૩૦-૦૯-૨૦૧૯ થી ૪-૧૦-૨૦૧૯ સુધી પાંચ દિવસ વિવિધ કલર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પાંચ દિવસ રેડ,ગ્રીન,બ્લેક,વાઈટ જેવા વિવિધ કલર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ વિવિધ દિવસોમાં આપેલી થીમ મુજબ વિવિધ કલર્સ ની મેચીંગ કૃતિઓ બનાવી હતી.
બાળકોએ વૃક્ષ,ફૂલો,ફ્રુટ,વેજીટેબલ,સ્કાય, જેવી વિવિધ કૃતિઓ બનાવી રજૂ કરી હતી.બાળકોએ આ પાંચ દિવસ વિવિધ ડે ને લગતા રંગબેરંગી કપડાં માં ભાગ લીધો હતો.સ્કૂલ ના પ્રિન્સિપાલ રાજકુમારી રાઠોડ અને સ્કૂલ ના શિક્ષકો એ કાર્યક્રમ માં બાળકો ને વિવિધ જાણકારી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.