Western Times News

Gujarati News

જાપાન અને ચીન બાદ ગુજરાતના કડી ખાતે હીટાચીનું ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત થયું

  • ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર – બંદરોને વેપાર ઊદ્યોગ પ્રવૃતિથી ધમધમતા કરવા-એફ.ડી.આઇ જેવા બહુઆયામી આયોજનથી ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે
  • વિઠ્ઠલાપૂર-સાણંદ-બેચરાજી-કડીના વિસ્તારો ઊદ્યોગો મેન્યૂફેકચરીંગ એકમોથી ધમધમતા થયા છે
  • MSME એકમોને જરૂરી પરવાનગીઓમાંથી ૩ વર્ષ માટે મુકિત આપી લઘુ-મધ્યમ-નાના ઊદ્યોગોને પ્રોત્સાહન આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) મહેસાણાના કડીમાં જહોન્સન-હિટાચી (Johnson Controls Hitachi air conditioning India Ltd.) એર કન્ડીશનીંગના ભારતમાં સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતાં ગૌરવ સહ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ (Make in India) સંકલ્પને કડીના (Kadi, Mehsana) આ સેન્ટરમાં ભારતીય-ગુજરાતી ઇજનેરો વિદેશી ટેકનોલોજીના જ્ઞાનવર્ધનથી સાકાર કરવાના છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ (Nitin Patel) અને સાંસદ શ્રીમતી શારદાબહેન Shardaben, જૂગલજી ઠાકોર Jugalji thakor અને આમંત્રિતોની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ ૧પ૭ કરોડ રૂપિયાના (Cost of Rs. 157 cr INR) રોકાણથી આરંભાયેલા આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાના વિશ્વમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે બધું ગુજરાતની ધરતી ઉપર ઉતારવાની અને ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડેલ બનાવવાની સંકલ્પબદ્ધતા આ સરકારે પણ સાકાર કરી છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યુવાશકિતના નવા વિચારો-કૌશલ્યજ્ઞાનને વેગ આપવા સ્ટાર્ટઅપ તેમજ નવા સંશોધનો, ડિઝાઇનીંગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુરૂપ કરવા માટેની વિશાળ તકો ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે.

જાપાન-ભારતના સંબંધો વર્ષો જુના છે અને જાપાનની ઊદ્યમશીલતા, પરિશ્રમ, કેપેસિટી બિલ્ડીંગના આયામોમાંથી ભારત-ગુજરાતે ઘણું બધું મેળવ્યું છે. હવે, વર્લ્ડકલાસ ગુણવત્તા અને પ્રતિષ્ઠા ધરાવતી હિટાચીનું આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોને જોબ ગીવર બનાવશે અને ઇજનેરી-તકનીકી કૌશલ્યવર્ધનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અને લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત ૧૬૦૦ કિ.મી. સમુદ્ર કિનારાની જાહોજલાલી લોથલ-ખંભાતના બંદરોની સદીઓ જૂની જાહોજલાલી જેવી થાય તે માટે પોર્ટ પોલિસી, MSME એકમોને સોલાર એનર્જી ઉત્પાદન માટે વિશેષ રાહતો સહિતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ અભિગમની વિશદ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સાણંદ, વિઠલાપૂર, બેચરાજી કડી સહિતના સમગ્ર પટ્ટામાં મેન્યુફેકચરીંગ એકમો ઊદ્યોગો ધમધમતા થયા છે અને યુવાનોને રોજગારીના મોટાપાયે અવસર મળ્યા છે તેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત ઔધોગિક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યું છે. ૨૭૫ જેટલી જી.આઇ.ડી.સી થકી ઔધોગિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને વિવિધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત હબ બની રહ્યું છે.  તેમણે કહ્યું કે નાણાંમંત્રી શ્રી નિર્મલા સિતારમને નવીન રોકાણ માટે  કોર્પોરેટ ટેક્ષ ૩૧ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી નવીન તકો ઉભી કરી છે જેના થકી દેશ અને રાજ્યમાં નવીન રોકાણો થવાના છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કડી ખાતે  હિટાચી કંપનીના ગ્લોબલ સેન્ટરના પ્રારંભથી રાજ્યને ગૌરવ મળ્યું છે. જાપાનની વિવિધ કંપનીઓના ઉત્પાદન એકમો મહેસાણા જિલ્લામાં કાર્યરત છે. રાજ્યમાં મોટાપાયે વિવિધ રોકાણો આવી રહ્યા છે જે માટે રાજ્ય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીઘાં છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે લઘુ અને મધ્યમ ઉધોગોને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજુરી વગર ઉત્પાદન કરવાની છૂટ આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત ઔધોગિક એકમોમાં એપ્રેન્ટીસોને પ્રોત્સાહન આપવાની પણ શરૂઆત કરી છે અને સ્થાનિક યુવાઓનું કૌશલ્યવર્ધન કર્યુ છે.

વડાપ્રધાનશ્રીએ ભારત-જાપાનની મૈત્રી અને સંબંધોને નવો મોડ આપવા જાપાનીઝ ઊદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાનું જે કદમ મુખ્યમંત્રી તરીકે ઉઠાવેલું તેના પરિણામે આજે ગુજરાતમાં જાપાનના અનેક મોટા ઊદ્યોગોના કારોબાર વિસ્તર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત કંપનીના ચીફ એકઝીક્યુટીવ ઓફિસર ફ્રાન્ઝ સેરવિન્કાએ (Chief Executive Officer CEO Franz Servinka) જણાવ્યું હતું કે કંપનીનું આ મહત્વનું કદમ છે. ભારત નિર્મિત અમારા ઉત્પાદનોએ વૈશ્વિક નામના મેળવી છે. કડી ખાતે શરૂ કરેલ નવીન ડેવલપમેન્ટ સેન્ટરથી દક્ષિણપૂર્વ એશિયા, મિડલ ઇસ્ટ અને યુરોપના દેશોના બજારની માંગ અને આવશ્યકતાઓને પરિપુર્ણ કરશે.

કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ગુરમીતસિંઘે (Managing Director Gurmeet Singh Sethi) જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે ૨૦૦૯ની વાયબ્રન્ટ સમીટમાં એમ.ઓ.યુ (Vibrant Summit 2009) સાઇન કર્યા બાદ આજે આ કંપની દેશની સૌથી વિશાળ એરકંડિશનર ઉત્પાદિત સુવિધાઓમાંથી એક બની છે. આ સેન્ટરના પ્રારંભથી એન્જીનીયરીંગ અને ઇનોવેશન હબ સાથે રીસર્ચ, પ્રોડક્ટ ડેવલમેન્ટ અને સ્કીલ એન્હેસમેન્ટમાં ગુજરાત  વિશ્વના નકશા પર મુકાશે.

૧૫૦ થી વધુ એન્જીનીયર્સ અને 300ની ક્ષમતા સાથે નવું સેન્ટર વિવિધ સુવિધાઓથી સજ્જ થયું છે. ૨૧૦૪૨ સ્કેવર મીટરની વિશાળ જગ્યા સાથે શરૂ થયેલ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર વિશ્વનું ચોથુ અને દેશનું પ્રથમ સેન્ટર છે. હિટાચી દ્વારા જાપાનમાં બે અને ચીનમાં એક સેન્ટર હાલમાં કાર્યરત છે.

ગ્લોબલ સેન્ટરના પ્રારંભના કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ, સંસદ સભ્ય શ્રી જુગલસિંહ લોખંડવાલા, ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ, આશાબેન પટેલ, હિટાચી કંપનીના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.