ધોનીએ પ્રશંસા અને શુભેચ્છા માટે વડાપ્રધાનનો આભાર માન્યો
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
મુંબઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેન્દ્રસિંહ ધોનીને શુભકામનાઓ પાઠવી છે અને બે પેજનો લાંબો શુભેચ્છા પણ પણ મોકલ્યો હતો ત્યારે ધોનીએ સોશિયલ મીડિયામાં ટિ્વટ દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો છે. ધોનીએ ટિ્વટર પર મોદીનો પત્ર શેર કર્યો અને ટિ્વટર પર લખ્યું હતું કે એક કલાકર સૈનિક અને સ્પોર્ટસપર્સન જેની તેઓની ઇચ્છા છે તે પ્રશંસા છે કે તેમની મહેનત અને બલિદાન દરેકની નજરમાં આવે છે અને તે પ્રશંસા થઇ રહી છે તમારી પ્રશંસા અને શુભેચ્છાઓ માટે આભા ર પીએમ મોદી.
ભારતના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નિવૃતિની જાહેરાત કરી દીધી હતી.તેની નિવૃતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર ઉપલબ્ધીઓ માટે અભિનંદન પાઠવ્યા સાથે દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવવા માટે ધન્યવાદ પણ કહ્યું છે મોદીએ બે પાનાનો લાંબો પત્ર લખ્યો છે જેમાં તેમણે ધોનીના શાંત સ્વભાવની પ્રશંસા કરી છે તેમણે કહ્યું કે ધોની હંમેશા દેશના યુવાનો માટે પ્રેરણા રહેશે નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં બધી સિધ્ધિઓ વિષે લખ્યું છે.HS