Western Times News

Gujarati News

ધ્રાંગધ્રાના સોલડી ચલી ગામની સીમમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ના સોલડી ગામે જુની પડતર શાળાના ધાબા ઉપર તેમજ ચલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રામ બ્રાંચ સુરેન્દ્રનગરે ઝડપી લીધો છે.

એલ.સી.બી.ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં હકીકત મળેલ કે ભરતભાઇ તળશીભાઇ રેવર રહે.સોલડી તા.ધ્રાંગધ્રા વાળાએ સોલડી ગામે, પાણીની ટાંકી પાસે આવેલ આંગણવાડીની બાજુમાં જુની પડતર શાળાના ધાબા ઉપર પોતાના કબજામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે આધારે તાત્કાલીક રેઇડ કરતા સોલડી ગામે જુની પડતર શાળાના ધાબા ઉપરથી (૧) મેકડોવેલ્સ બોટલો નંગ-૨૧૫ કી.રૂ.૮૦,૬૨૫ (૨) મેકડોવેલ્સ નાની બોટલો નંગ-૨૪૦ કી.રૂ.૨૪,૦૦૦ તથા (૩) કાઉન્ટરી કલબ ડીલક્ષ વ્હીસ્કી નાની બોટલો નંગ-૪૫ કી.રૂ.૪૫૦૦ મળી કુલ નાની મોટી બોટલો નંગ-૫૦૦ કી.રૂ.૧,૦૯,૧૨૫નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવેલ હોય જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૧૦૧૬૨૧૦૫૩૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી મુજબ પ્રોહીબીશનનો ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

તેમજ બાતમી હકીકત આધારે ધ્રાંગધ્રા – હળવદ હાઇવે રોડ, ચુલી ગામ ની સીમ, ઓમ શકિત પેટ્રોલપંપથી આશરે ૩૦૦ મીટર આગળ ચુલી ગામ તરફ તા.ધ્રાંગધ્રા ખાતેથી નંબર પ્લેટ વગરના એકસેસ મો.સા.માંથી વિદેશી દારૂ રોયલસન ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૨૪ કી.રૂ.૭૨૦૦ તથા એકસેસ મો.સા. કી.રૂમ.૩૦,૦૦૦ મળી કુલ રૂમ.૩૭,૨૦૦નો મુદામાલ મુકી એકસીસનો ચાલક નાશી ગયેલ હોય જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૧૧૦ ૧૬૨૧૦૫૩૪/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એએ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ પ્રોહીબીશનનો ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી, પો.સબ.ઇન્સ. શ્રી વી.આર જાડેજા તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પોલીસ હેડ કોન્સ. અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇએ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બે અલગ અલગ જગ્યા જેમાં સોલડી ગામે તથા ચુલી ગામે પકડી પ્રોહીબીશનનો સફળ કેસ શોધી કાઢેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.