નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ ઉપર ભરૂચ પોલીસે કર્યા યોગ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારતભર સહિત ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જીલ્લા પોલીસે પણ આ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટિલના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વમાં અનેક સ્થળોએ લોકો વહેલી સવારથી જ યોગ કરતા નજરે પડ્યા હતા.દેશભરમાં લોકો મેદાન,બાગ-બગીચા, જાહેર સ્થળો પર એકઠા થઈને યોગ દિવસની ઉજવણી કરતાં નજરે પડ્યા છે.ત્યારે ભરૂચ પોલીસ દ્વારા આ યોગ દિવસની તદ્દન જુદી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.ભરૂચ જીલ્લા પોલીસે કોઈ મેદાન,બગીચા કે સ્થળ પર નહીં પરંતુ નદીમાં યોગ દિવસની ઉજવણી કરી છે.
નવનિયુક્ત ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ..લીના પાટિલના માર્ગ દર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.મહત્વનું છે કે ભરૂચ પોલીસે નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ ઉપર યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે.
ભરૂચ પોલીસનો યોગ દિવસની ઉજવણીનો વીડિયો હાલ સોશ્ય લ મીડિયા પર વાયરલ થયો છે.મહત્વનું છે કે ડ્રોન કેમેરા દ્વારા ભરૂચ પોલીસના યોગા દિવસની ખાસ ઉજવણીના દ્રશ્યો કેદ કરાયા હતા.આ દ્રશ્યો હાલ સોશ્યલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
તો બીજી તરફ ભરૂચ જીલ્લામાં આવેલ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ,કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે જેવા આઈકોનિક સ્થળોએ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જીલ્લાના નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી.
જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,જીલ્લા પોલિસ હેડકવાર્ટર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજીત એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બન્યા હતા.