નવજાત સિંહ સિધ્ધુ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર થયા
ચંડીગઢ, લાગે છે કે ફાયર બ્રાંડ નેતા અને પોતાના ખાસ ભાષણ કલા માટે જાણીતા નવજાત સિંહ સિધ્ધુ હવે કોંગ્રેસ માટે ઉપયોગી રહ્યાં નથી.પાર્ટીએ તેમને મોટો આંચકો આપ્યો છે અને કયારેય દેશભરમાં ચુંટણી પ્રચાર માટે સૌથી વધુ માંગમાં રહેનાર સિધ્ધુને હરિયાણા સહિત બે રાજયોની ચુંટણીમાં પ્રચારથી દુર રાખવામાં આવ્યા છે પંજાબની રાજનીતિથી ગુમ થયેલ પૂર્વ કેબિનેટ મંત્રી સિધ્ધુ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિએ સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ રાખ્યા નથી.
એ યાદ રહે કે ગત લોકસભા ચુંટણી અને એક વર્ષ પહેલા મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજયોની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે સિધ્ધુને સ્ટાર પ્રચારક બનાવ્યા હતાં લોકસભા ચુંટણી ૨૦૧૯માં પણ તે સમગ્ર દેશભરમાં કોંગ્રેસનો પ્રચાર કરતા રહ્યાં છે અને હરિયાણામાં પણ ખુબ સંખ્યામાં જાહેરસભાઓ કરી હતી અને રોડ શો પણ કર્યા હતાં પરંતુ હવે તે કોંગ્રેસ મહારાષ્ટ્ર અને હરિયાણાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગુમ થઇ ગયા છે.
કહેવાય છે કે હરિયાણા કોંગ્રે પહેલા સિધ્ધુને સ્ટાર પ્રચારકના રૂપમાં સામેલ કરવા માટે પાર્ટી હાઇકમાન્ડને કહ્યું હતું પરંતુ બાદમાં અનેક નેતાઓ તેના વિરોધમાં આવ્યા હતાં ત્યારબાદ પાર્ટીએ સિધ્ધુને બંન્ને જ રાજયોની સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યુ નથી હરિયાણાના સ્ટાર પ્રચારકોની યાદીમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ,પ્રદેશ કોંગ્રેસ પ્રધાન સુનીલ જાખડ અને શિક્ષા મંત્રી વિજય ઇદર સિંગલા સામેલ છે.
લોકસભા ચુંટણીની સાથે જ સિધ્ધુનો રાજકીય ગ્રાફ પંજાબમાં નીચે ઉતરતો રહ્યો લોકસભા ચુંટણીમાં સિધ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વચ્ચે વાકયુધ્ધ શરૂ થઇ ગયું હતું ત્યારબાદ કોંગ્રેસે બઠિંડા બેઠક પર મળેલ હાર માટે સિધ્ધુને દોષિત ઠેરવ્યા હતાં મુખ્યમંત્રીએ સિધ્ધુને સ્થાનિક નગર નિગમનું પદ પાછુ લઇ તેમને ઉર્જા વિભાગ આપ્યું હતું પરંતુ સિધ્ધુએ નવો વિભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. મુખ્યમંત્રી અને સિધ્ધુ વચ્ચે નિવેદનબાજી પણ ખુબ ચાલી હતી રાહુલ અને પ્રિયંકાના હસ્તક્ષેપ બાદ મામલાનો ઉકેલ આવ્યો નહીં જેને કારણે સિધ્ધુએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધી અને સતત પાર્ટી મીડિયા અને સરકારથી તેમણે અંતર વધારી દીધુ લાગે છે કે હવે કોંગ્રેસે પણ તેમનાથી અંદર બનાવી લીધુ છે આવામાં ગુરૂ સિધ્ધુના રાજનીતિક ભવિષ્યને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે.
બીજી તરફ એ પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનને લઇ ગત દિવસોમાં સિધ્ધુની નિવેદનબાજીના કારણે પણ કોંગ્રેસે તેમને ચુંટણી પ્રચારથી દુર રાખવાનો નિર્ણય જાય છે કહેવાય છે કે કોંગ્રેસને લાગે છે કે સિધ્ધુના ચુંટણી પ્રચાર કરવાથી તે રાષ્ટ્રવાદના મુદ્દા પર ઘેરાઇ શકે છે.