Western Times News

Gujarati News

ગિરનાર રોપવે પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

જુનાગઢ તા.૬ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) જૂનાગઢ જિલ્લાના (Junagadh District) તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેંકો દ્વારા   કામગીરી  ઝડપભેર હાથ ધરાઇ રહી છે.

આગામી ૩ થી ૫ મહિનામાં  કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટીથી  રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે. વિજયભાઈ રૂપાણી એ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન  કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

આ યાત્રાધામ સહિત સાસણ ગીર  સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે  દેશ વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

મુખ્યમંત્રી એ વિશ્વાસ દર્શાવ્યો કે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગર ની ઇકોનોમીને નવો વેગ મળશે. શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડા અને જૂનાગઢ મહાનગરના મેયર પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.