Western Times News

Gujarati News

નાગારત્ના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા ૯ જજાેની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. આ ૯ જજાેમાં ૩ મહિલા જજના નામ પણ સામેલ છે. તે પૈકીના એક ભવિષ્યમાં ભારતના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે.

કોલેજિયમે જે નામોની ભલામણ કરી છે તેમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હિમા કોહલી, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે.

તે સિવાય કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, સીટી રવિકુમાર (કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ)નો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪ ન્યાયાધીશ છે. ૯ જજાેની નિયુક્તિ બાદ પણ ટોચની અદાલતમાં એક પદ ખાલી રહેશે.

કોલેજિયમે જે નામોની ભલામણ કરી છે તેમાં જસ્ટિસ નાગારત્ના ભારતના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. જાેકે, તેઓ ૨૫ સપ્ટેમ્બરથી ૨૯ ઓક્ટોબર ૨૦૨૭ માટે આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને જસ્ટિસ ઉદય યૂ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાઈ ચંદ્રચૂડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.