નારોલ પોલીસે ઝડપી લીધેલા ૪પ ડેબિટ કાર્ડની માહિતી મુંબઈ ખાતે મોકલાઈ
અમદાવાદ: ગત શુક્રવારે રાત્રે નારોલ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઝડપી લીધેલા મુળ હરિયાણાના અને હાલમાં મુંબઈ ખાતે રહેતા આરોપીઓની પૂછપરછમાં પોલીસને હજુ સુધી કોઈ ખાસ માહિતી મળી શકી નથી. બીજી તરફ પોલીસે અજયસિંહ દહિયા અને ભૂપેન્દ્રસિંહ જાટ નામના આરોપીઓ પાસેથ ઝડપી લીધેલા કુલ ૪પ જેટલા ડેબિટ કાર્ડ તથા ક્રેડીટ કાર્ડને તપાસતા તે કલોન કરેલા નીકળ્યા હતા.
https://westerntimesnews.in/news/25078
મુંબઈથી આવેલા બે શખ્શો ૪૫ થી વધુ કલોન કરેલા ATM કાર્ડ સાથે ઝડપાયા
મોટાભાગે સફેદ કાર્ડ ઉપર એક પટ્ટી તથા પીન અને બેંક ખાતાના ચાર આંકડા જ લખેલા હોવાથી પોલીસ માટે અસલી કાર્ડ ધારકો સુધી પહોંચવું મુશ્કેલ બન્યુ હતુ. જેના પગલે પોલીસે સ્થાનિક બેંક મેનેજરનો સંપર્ક સાધતા સીમિત માહિતીને પગલે તેમણે પણ વધુ જાણકારી આપવા અસમર્થતા બતાવી હતી.
જા કે આ બેંકના મેનેજરોએ કાર્ડના ડેટા લઈને મુંબઈ ખાતે આવેલી તેમની હેડ ઓફિસમાં મોકલી આપ્યા છે. જ્યાંથી જવાબ આવવાની રાહ મેનેજમેન્ટ સાથે નારલ પોલીસ પણ જાઈ રહી છે.
બીજી તરફ અજયસિંહ અને ભૂપેન્દ્રસિંહની પૂછપરછ દરમ્યાન તેમણે પોલીસને કોઈ ખાસ જાણકારી આપી નથી. પરંતુ પ્રાથમિક પુછપરછમાં યાસિન નામના મુંબઈના શખ્સનું નામ ખુલવા પામ્યુ છે. જેની પૂછપરછ માટે નારોલ પોલીસની એક ટીમ રવાના થવા તૈયાર છે. પોલીસના જણાવ્યા અનુસાર ૮૦ ટકા કાર્ડ ત્રણ બેંકોના છે. પ્રાથમિક જાણકારી અનુસાર તેમાંથી એક આરોપી અગાઉ બળાત્કારના કેસમાં જેલ જઈ ચુક્યો છે.