Western Times News

Gujarati News

“નેત્રામલી ગૃપ” ગ્રામ પંચાયત નેશનલ એવોર્ડથી પંચાયતી રાજના દિવસે સન્માનિત થશે

(પ્રતિનિધિ) નેત્રામલી, ભારત સરકાર દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પંચાયતોનું અવૉર્ડ આપી સન્માનિત કરે છે. ચાલુ સાલે વર્ષ-૨૦૨૨ ના નેશનલ અવૉર્ડ ની જાહેરાત પંચાયતી રાજ વિભાગ ભારત સકરકાર તરફથી થઇ છે.

જેમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની નેત્રામલી ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ કામગીરી માટે પંડિત દિન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કારથી ૨૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ પંચાયતીરાજ ના દિવસે સન્માનિત કરવામાં આવશે. સરપંચ પટેલ નિલેશભાઈ અને તેમના ધર્મપત્ની પટેલ પદમાબેન બંને એ વારાફરતી સરપંચ પદે રહી ગામનો ખુબ જ વિકાસ કર્યો છે.

આ વખતે પણ પંચાયતમાં તેમના અથાગ પ્રયત્નોથી આખી કમિટી સમરસ બનાવેલ છે અને હાલ પણ પંચાયતની જવાબદારી નિભાવે છે. પંચાયત હાલ દરેક સુવિધામાં અવ્વલ કામગીરી કરી રહી છે.

હવે તેમનું મિશન સ્માર્ટ વિલેજ (Smart Village) બનાવવાનું છે. પંચાયતના તલાટી કમ મંત્રી પ્રકાશભાઈ અસારી ના જણાવ્યા મુજબ નિલેશભાઈ સરપંચ પોતે લગભગ 40,00,000 થી વધારે રકમ ગામના લોકફાળામાં આપી ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે. પંચાયત ના પ્રશ્નો સાથે સાથે સામાજિક પ્રશ્નોનો નિકાલ પણ ગ્રામ પંચાય માંથી જ થઇ જાય છેતેમને પોલીસ સ્ટેશન જવાની જરૂર પડતી નથી.

આમ સર્વાંગી વિકાસ કરતું ગામ એટલે નેત્રામલી ગામ.. ઇડર તાલુકા અને સાબરકાંઠા જિલ્લા માટે એવોર્ડ મળવો એ ગર્વ ની વાત છે. આ માટે સૌ ગ્રામજનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.