ન્યૂઝ ચેનલો ઉપર સરકારનું નિયંત્રણ કેમ ના હોવું જોઈએ?
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સવાલ કરતાં જણાવ્યું કે, તેઓ આ વાત જાણીને હેરાન છે કે ઈલેક્ટ્રોનિક મીડિયા પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. કોર્ટે સવાલ પૂછ્યો કે સરકાર તરફથી ટીવી ન્યૂઝ ચેનલો પર કેમ નિયંત્રણ નહીં હોવું જોઈએ. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી એક કુલકર્ણીની બેંચે કેટલીક અરજીઓ પણ સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી છે. આ અરજીઓમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંલગ્ન વિવિધ રાહતની સાથે જ કેસના કવરેજમાં પ્રેસને સંયમ વર્તવા માટે આદેશ આપવાની અપીલ કરવામાં આવી છે. બેંચે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ એક પક્ષકાર બનાવ્યો છે.
બેંચે મંત્રાલયને જવાબ દાખલ કરીને જણાવવા માટે કહ્યું છે કે સમાચાર પ્રકાશિત કરવામાં કેટલી મર્યાદા સુધી સરકારનંે નિયંત્રણ હોવું જોઈએ, ખાસ કરીને એવા સમાચાર જેની અસર વ્યાપક હોય છે. બેંચે કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓ જેવી કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) અને ઈડીને પણ પક્ષકાર બનાવ્યા છે.SSS