પંચમહાલની પાનમ નદીમાં હોડી ડુબી, ૪ લોકોના મોત

File
નાવિકના મૃતદેહની શોધખોળઃ ગાજીપુરથી બોરીયાવી ગામ વચ્ચે વર્ષોથી હોડીમાં બેસી લોકો અવર જવર કરે છે
પંચમહાલ, પંચમહાલના શહેરાની બોરયાવી પાનમ નદીમાં હોડી ડૂબી જવાના બનાવમાં ૪ લોકોના મોત નિપજ્યા છે. હોડીમાં સાર બે પુરુષ, એક મહિલા અને એક બાળકીનું મોત થતા ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓએ મોડી રાત સુધી કામગીરી કરીને ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં એક મૃતક પુરુષ નાવિક હતો.
પંચમહાલના શહેરાના બોરીયાવી પાસે પાનમ નદીમાં હોડી ડૂબવાની ઘટનામાં હોડીમાં સવાર ૪ લોકોના પાણી માં ગરકાવ થતા મોત નિપજ્યા છે. એક જ પરિવારના માતા-પિતા અને પુત્રી સહિત નાવિકનું પણ ડૂબી જતાં મોત થયું છ. સ્થાનિક તરવૈયાની મદદથી મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી કરીને માતા પિતા અને ૩ વર્ષીય પુત્રીના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જાેકે, નાવિકનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી. જેની શોધખોળ ચાલી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટતા સ્વજનોમાં શોક છવાયો છે. હોડી ચાલકનો મૃતદેહ લાબી મહેનત બાદ પણ ન મળતા આજે ફરીથી તેની શોધખઓળ કરવામાં આવશે. હોડીમાં સવાર લોકો મોરવાના ગાજીપૂરથી બોરીયાવી જઈ રહ્યા હતા. તેઓ ગાજીપુર પોતાના સંબંધીના ઘરે ગયા હતા, ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી. આ દરમિયાન શનિવારે મોડી સાંજે આ ઘટના બની હતી. બંને ગામ વચ્ચે વર્ષોથી હોડીમાં બેસીને લોકો આવન જાવન કરે છે.