પતિના બર્થ ડે પર શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કર્યો

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બર્થ ડે બોય સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસે પતિ સાથની તેમજ રાજ કુંદ્રાની તેમના બાળકોની અનસીન અને જૂની તસવીરો પણ શેર કરી છે. એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હેપ્પી બર્થ ડે માય કૂકી…હેપ્પી બર્થ ડે માય કૂકી તું ખરેખર આખું પેકેજ છે. એક સારો દીકરો, ભાઈ, પતિ, પિતા અને ફ્રેન્ડ કે જે દરેક ઈચ્છે છે.
બ્રહ્માંડે મને ખરેખર કંઈક શ્રેષ્ઠ આપ્યું છે. પ્રેરિત કરવા બદલ, શીખવવા બદલ, હંમેશા પ્રોત્સાહિત કરવા બદલ અને મને હસાવવા બદલ આભાર. તને જીવનમાં બધુ જ મળે તેવી હું આજે અને હંમેશા પ્રાર્થના કરું છું. હંમેશા ખુશ રહે અને સ્વસ્થ રહે આ ઓયુઆર સોન્ગ ધ ગ્રેટેસ્ટ શોમેનનું છે મેં તારી સાથે જે સમય પસાર કર્યો છે તે ક્યારેય પૂરતો નથી. તો સમિતા શેટ્ટીએ પણ તેના જીજુને બર્થ ડે વિશ કરતાં એક વીડિયો શેર કર્યો છે, તેમાં તેની રાજ કુંદ્રા સાથેની કેટલીક તસવીરો જોવા મળે છે.
કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘હેપ્પી બર્થ ડે માય ડાર્લિંગ જીજુ તમે આપણા પરિવારના સનશાઈન છો. તમે ખૂબ જ સુંદર અને દયાળુ છો. તમે મારા જીવનમાં છો તે માટે હું મારી જાતને નસીબદાર માનું છું. ભગવાન તમને વધુ સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે કારણ કે તમે તેના હકદાર છો. હગ અને વધુને વધુ પ્રેમ જીજુ. વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા સેટ કમબેક માટે પૂરી રીતે તૈયાર છે. તેની પાસે ફિલ્મ નિકમ્મા છે, આ સિવાય તે હંગામા ૨’માં પણ કામ કરી રહી છે.
![]() |
![]() |