પત્નિ છતાં યુવતી સાથે લગ્ન કરી દુષ્કર્મ આચરનાર જબ્બે

પોતાની પહેલી પત્નિ જીવિત હોવા છતાં તેનુ ખોટું ડેથ સર્ટીફિકેટ બનાવી અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યા
અમદાવાદ, અમદાવાદની પરણિતાએ અમેરિકામાં રહેતા અને પોતાને એક્સ આર્મીમેન ગણાવતા પતિ સામે વિશ્વાસધાત અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પતિની પત્નિ જીવતી હોવા છતાં મૃત બતાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યુ અને તે બાદ લગ્ન કર્યા અને બાદમાં યુવતી પાસે છુટાછેડા માંગ્યા હતા.
જોકે આરોપી પતિ અમેરિકાથી પરત આવતા દિલ્હી એરપોર્ટ પર જ તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપી પતિ પોલીસ પુછપરછમાં પોતાના આચરેલા ગુના વિશે એક શબ્દ પણ ઉચ્ચારી રહ્યો નથી.મહિલા પોલીસે લવેન્દ્રસિંહ ચૌધરી નામના એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પર આક્ષેપ લાગ્યો છે કે, તેણે પોતાની પહેલી પત્નિ જીવીત હોવા છતા તેનુ બનાવટી ડેથ સર્ટીફિકેટ બનાવી અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યા હતા.
જોકે લગ્ન બાદ તે ગર્ભવતી થતા તેના પિતા સાહેબ સિંહ ચૌધરી અને મોટા ભાઈ પુષપેન્દ્ર ચૌધરી એ ગર્ભપાત કરાવી, છુટાછેડા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી લવેન્દ્રની ધરપકડ કરી છે. લવેન્દ્ર અમેરિકામાં રહેતો હોવાથી તે ભારત આવ્યો અને દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે તેની ધરપકડ કરી છે.
ફરિયાદી મહિલાએ આરોપ મુક્યો છે કે બન્ને એક સાથે અભ્યાસ કરતા હોવાથી એક બીજાને ઓળખતા હતા. અને વર્ષ ૨૦૧૩માં લવેન્દ્ર એ જણાવ્યુ કે તેના લગ્ન દહેજ માટે માતા પિતાએ કરાવ્યા છે. પરંતુ પોતાને મંજુર ન હોવાથી તે છુટાછેડા લઈ રહ્યો છે અને પોતે ઈન્ડિયન આર્મીમા મેજર હોવાનુ જણાવ્યુ હતુ. ઉપરાંત અમેરિકા ખાતે આરોપીએ ફરિયાદી સાથે બળજબરી કરી દુષકર્મ આચર્યુ હતુ અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. સાથે જો ફરિયાદી તેની સાથે લગ્ન નહી કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
ફરિયાદના આધારે મહિલા પોલીસે તપાસ કરતા હકિકત સામે આવી કે આરોપી લગ્ન પહેલાથી જ ફરિયાદી સાથે ખોટુ બોલતો હતો. તેની પત્નિ જીવીત હોવા છતા ખોટુ સર્ટિફિકેટ લાવ્યો હતો. અને તેના ગુનામાં તેના પિતા અને ભાઈ પણ મદદગાર હોવાથી લવેનદ્રની ધરપકડ બાદ પોલીસે અન્ય આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આરોપી ઈન્ડીયન આર્મીમાં હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.SSS