પત્નીએ પતિનો ઠંડા પીણામાં ઝેર આપીને જીવ લઇ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/drinking.jpg)
ધનબાદ, ઝારખંડની કોલસા નગરી ધનબાદમાં એક વ્યક્તિનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. આ ઘટના જિલ્લાના મહુદા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મૃતક અજયના પરિવારજનોએ પોતાની વહુ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે અજયની હત્યા તેની પત્ની તન્નુ કુમારી દ્વારા કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર આપીને કરવામાં આવી છે.
અજયને ૧૬ નવેમ્બરે તેની પત્ની દ્વારા કોલ્ડ ડ્રિંક્સ પીવામાં આપ્યું હતું. જે પછી અજયની તબિયત બગડી હતી. તે બેભાન થઇને પડ્યો હતો. પરિવારજનો તેને સારવાર માટે બોકારો બીજીએચમાં લઇ ગયા હતા. સ્થિતિ ગંભીર થતા રાંચી મેડિકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
પરિવારજનોએ મહુદા પોલીસ સ્ટેશન સામે લાશ રાખીને મૃતકની પત્ની, યુવકના સાસુ-સસરાની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરિવારના લોકોએ જણાવ્યું કે પત્ની અને પતિ વચ્ચે અવાર નવાર મારપીટ, ઝઘડો થતો હતો. પત્નીને પતિ પર ગુપ્ત રોગની શંકા હતી. બીજી તરફ પતિને કોઇ અન્ય યુવક સાથે અવૈધ સંબંધની શંકા હતી.
જેના કારણે પતિ અને પત્નીમાં હંમેશા વિવાદ રહેતો હતો. મોત પહેલા અજય દાસે બોકારો સ્થિતિ બીજીએચ હોસ્પિટલમાં સેક્ટર-૪ પોલીસ સ્ટેશનના પદાધિકારી સામે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા તન્નુ કુમારી સાથે લગ્ન થયા હતા. જાેકે લગ્ન પછી તેની પત્ની તેની સાથે રહેવા માંગતી ન હતી
અને તેણે તેના પરિવારને બર્બાદ કરવાની ધમકી આપી હતી. મૃતક અજયના ભાઈએ કહ્યું કે તેની ભાભીએ કોલ્ડડ્રિંક્સમાં ઝેર આપીને તેના ભાઈની હત્યા કરી છે. મૃતક અજયના પિતાએ કહ્યું કે તેની વહુના અવૈધ સંબંધ કોઇ યુવક સાથે છે. મોડી રાત્રે સંતાઇને તે કોઇની સાથે વાત કરતી હતી.
અજયના સંબંધો રાખવાની ના પાડી તો આખા પરિવારને બર્બાદ કરવાની ધમકી આપતી હતી. મૃતકના પિતાએ જણાવ્યું કે વહુ અને તેના માતા-પિતાએ કોલ્ડડ્રિક્સમાં ઝેર આપીને મારા પુત્રની હત્યા કરી છે. પીડિત પરિવારે હવે પ્રશાસન પાસે ન્યાયની ગુહાર લગાવી છે.