પલક તિવારીની ફિલ્મ રોઝીનું મોશન પોસ્ટર રિલિઝ કરાયું
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ રોઝીનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરની પહેલી ઝલક ખૂબ જ દમદાર છે. પલકની આંખોમાં એક અલગ જ પ્રકારનું જુનૂન દેખાઈ રહ્યું છે. તેમજ આ અંદાજમાં તે ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહી છે. પલકે આ મોશન પોસ્ટરને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ પોસ્ટરને શેર કરતા પલકે લખ્યું કે, ‘આ સમયે હું ઘબરાયેલી છું,
એક્સાઇટેડ છું અને પોતાના પર ખૂબ જ ગર્વ અનુભવું છું. આ રહ્યું ફિલ્મ રોઝીનું મોશન પોસ્ટર’ આ પોસ્ટરમાં પલકના કાન પર હેડફોન લગાવેલા છે. આંખો લાલ છે અને તે ખુરશી પર બેઠી બેઠી પાછળ નજર નાખી રહી છે. આ મોશન પોસ્ટર પર લખેલું એક વાક્ય બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. જે છે ‘પલટ કર મત દેખના’ તમને જણાવી દઈએ કે આ એક હોરર થ્રિલર ફ્રેન્ચાઇઝી છે જે ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારીત છે.
જેને વિશાલ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સેફરન ચેપ્ટર’થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રોડ્યુસરમાંથી એક વિવેક ઓબોરોય પણ છે. પલક તિવારી શ્વેતા તિવારી અને તેમના પતિ રાજા ચૌધરીની દીકરી છે. જે બાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા જેનાથી તેમને એક દીકરો રેયાંશ છે.