પાકિસ્તાન આતંકને યોગ્ય માને છે, તેનાથી સંબંધ સામાન્ય કરવા મુશ્કેલ: વિદેશ મંત્રી

ન્યુયોર્ક, પાકિસ્તાન સરકાર આંતકવાદને જાહેર રીતે એવી નીતિ માની રહી છે જેને તે યોગ્ય ઠેરવે છે અને આ કારણે તેની સાથે સંબંધ સામાન્ય કરવા ભારત માટે ખુબ મુશ્કેલ થઇ રહ્યું છે વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી
એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક ઓનલાઇન સમારોહને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી આતંકવાદ તેમની સરકાર દ્વારા જાહેર રીતે સ્વીકાર કરવામાં આવેલ એવી નીતિ બનેલ છે જેને તે યોગ્ય ઠેરવી રહ્યું છે આથી તેની સાથે સંબધ સામાન્ય કરવા ખુબ મુશ્કેલ થઇ ગયું છે.
જયશંકરે કહ્યું કે ફકત આતંકવાદ જ નહીં પરંતુ પાકિસ્તાન ભારતની સાથે સામાન્ય કારોબાર કરતું નથી અને તેણે નવીદિલ્હીને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજાે આપ્યો નથી તેમણે કહ્યું કે અમારા સામાન્ય વીઝા સંબંધત નથી અને તે આ મામલામાં ખુબ પ્રતિબંધાત્મક છે તેણે ભારત અને અફધાનિસ્તાનની વચ્ચે તથા અફધાનિસ્તાનથી ભારત સુધી કનેકિટવિટી અવરોધી છે.
જયશંકરે કહ્યું કે સામાન્ય પડોસી વીઝા અને કારોબારીનો સંબંધત રાખે છે.તે તમને કનેકિટવિટી પ્રદાન કરે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે તે આતંકવાદને પ્રોત્સાહન આપતુ નથી તેમણે કહ્યું કે મારૂ માનવુ છે કે જયાં સુધી અમે આ સમસ્યા પર ધ્યાન આપતા નથીતો આ ખુબ વિચિત્ર પડોસીની સાથેસામાન્ય સંબંધ કેવી રીતે રાખીએ આ અમારી વિદેશ નીતિ માટે ખુબ મોટી સમસ્યાવાળો વિષય છે.
![]() |
![]() |
તેમણે કહ્યું કે ભારતની બહારી સીમાઓ બદલાઇ નથી જયાં સુધી અમારા પડોસી દેશોની વાત છે તો તેના માટે અમારૂ કહેવુ છે કે આ અમારા માટે આંતરિક વિષય છે. દરેક દેશ પોતાના પ્રશાસનિક ન્યાયક્ષેત્રને બદલવાનો અધિકાર રાખે છે ચીન દેવા દેશોએ પણ પોતાના પ્રાંતોની સીમાઓ બદલી છે અને મને વિશ્વાસ છે કે અન્ય અનેક દેશ આવુ કરે છે.તેમણે કહ્યું કે પડોસી ત્યારે પ્રભાવિત થાય છે જયારે તમારી બહારી સીમાઓ બદલાય છે આ મામલામાં આવું નથી.HS