દિલ્હીમાં કાયદો વ્યવસ્થા પર કેજરીવાલે ચિંતા વ્યકત કરી
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બતાવતા ગૃહ મંત્રી અમિત શાહને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધાર લાવવા માટે મોટા પગલા ઉઠાવવાની અપીલ કરી છે.
કેજરીવાલે ઓખલાના તૈમુરનગરમાં એક જાહેરસભા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ અને ગંભીર છે અને દિલ્હી સરકાર તેના સુધારવા માટે જે કાંઇ કરી શકે છે તે કરી રહી છે.તેમણે કહ્યું કે અમે શહેરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને સ્ટ્રીટ લાઇટ લગાવી રહ્યાં છીએ હું કેન્દ્રીય ગૃહમંત્રીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધાર માટે કડક પગલા ઉઠાવવાની અપીલ કરૂ છુ.
કેજરીવાલે કહ્યું કે તે સ્વયંને દિલ્હીના પ્રત્યેક પરિવારના મોટા પુત્ર માને છે અન તેના માટે લોકોને સુખદ જીદગી આપવી તેમની જવાબદારી છે તેમણે કહ્યું કે તમે કોઇ પણ ખચકાટ વગેર મારી પાસે કોઇ પણ મદદ માટે આવી શકો છો અને એક વ્યક્તિ એક મનુષ્ય અને દિલ્હીના મુખ્યમંત્રી હોવાને નાતે મારાથી જે પણ થઇ શકશે તે હું કરીશ તેમણે રૂપેશ ગુર્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી જેને એક વર્ષ પહેલા એક સ્થાનિક માદક પદાર્થ માફિયાએ કહેવાતી રીતે મારી નાખ્યો હતો.