Western Times News

Gujarati News

પાટનગરમાં દિલ્હીમાં ગત ૧૪ વર્ષમાં સૌથી વધુ ઠંડી પડી

નવીદિલ્હી, અનેક દિવસોથી પહાડી વિસ્તારોમાં થઇ રહેલ બરફવર્ષા અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવનારી ઠંડી હવાઓના કારણે પાટનગરમાં તાપમાન તેજીથી નીચે આવી રહ્યું છે શુક્રવારે પાટનગરમાં ન્યુનતમ તાપમાન ૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ જે ગત ૧૪ વર્ષોમાં ૨૦ નવેમ્બરને સૌથી ઓછું છે.

સ્કાઇમેટ વેદરના વડા વૈજ્ઞાનિક મહેશ પલાવત અનુસાર ન્યુનતમ તાપમાન જયારે ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાય છે અને સામાન્યથી ૪ ડિગ્રી સેલ્સિયનો ઘટાડો આવે છે ત્યારે મેદાની વિસ્તાર માટે શીત લહેર માનવામાં આવે છે.

પલાવત અનુસાર પશ્ચિમી હિમાલયથી આવનાર બર્ફીલી હવાઓના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જયારે આગામી શનિવાર સુધી તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવશે જાે કે આગામી ૨૩ નવેમ્બર બાદથી ન્યુનતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના બની રહેશે આ સાથે જ હવાઓનું વલણ ઉત્તર પશ્ચિમ દિશાઓને બદલે પૂર્વ દક્ષિણ દિશા તરફ થઇ જશે તેથી શીત હવાઓથી રાહત મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાટનગરમાં શુક્રવારે ન્યુનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું ૭.૫ નોધાયું અને અધિકતમ તાપમાન સામાન્યથી ૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું આ ઉપરાંત ગત ૨૪ કલાકમાં હવાનું આદ્રતા સ્તર ૪૦ ટકા અને અધિકતમ ૯૫ ટકા રહ્યું આ ઉપરાંત દિલ્હીના વિવિધ વિસ્તારોમાં લોધી રોડમાં સૌથી ઓછું ન્યુનતમ તાપમાન ૭.૬ ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન ૨૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

આ ઉપરાંત આયાનગરમાં ન્યુનતમ તાપમાન ૯.૨ ડિગ્રી અને અધિકતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી રહ્યું એ યાદ રહે કે ૨૮ નવેમ્બર ૧૯૩૮૭માં ૩.૯ ડિગ્રીની સાથે અત્યાર સુધીનું સૌથી ન્યુનતમ તાપમાન રહ્યું ગત ૧૬ નવેમ્બરથી ન્યુનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો સતત નોંધાયો તેનું મુખ્ય કારણે હવામાન સાફ હોવાનું જણાવાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.