પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ પોલીસ કેસો પરત ખેંચવા સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલાપોલીસ કેસો પરત ખેંચવા માણાવદર પાટીદાર અનામત આંદોલન સમિતિ એ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે પાટીદાર સમાજના યુવાનૉ દ્રારા તેમજ સમાજ ના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નૉકરીઑમાં થતા અન્યાય ને લઇને અનામતની માંગ સાથે વર્ષ 2015 માં સરકાર ને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.
આ રજૂઆત સંદર્ભ સરકાર દ્રારા કૉઇ પ્રતિભાવ ન મળતા તે રજૂઆત સમગ્ર રાજયમાં આંદોલન ના માર્ગે આગળ વધી હતી. આ દરમ્યાન સરકાર દ્રારા આંદોલન ને દબાવવામાટે થયને અનેક નાના મૉટા ગુનાઑ નોંધી હાર્દિક પટેલ , અલ્પેશ કથીરીયા સહિતના આંદૉલનકારીઑ તથા અનેક નિર્દોષ પાટીદાર યુવાનૉ પર કેસૉ દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા અને તેને લઇને સમગ્ર રાજયમાં આંદોલન નૉ જુવાળ વધુ તેજ બન્યો અને આખરે પાટીદાર યુવાનોની માંગ વ્યાજબી લાગતા સરકારે બિન અનામત વર્ગમાં આવતા સવર્ણો ને 10% અનામત ની જાહેરાત કરવી પડી અને આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી
આ ધટનાઓદરમ્યાન અનેક વખત સમાજના શ્રેષઠીઓને સાથે રાખી સરકારે આંદોલનકારીઓ સાથે વાટાધાટો અને વાતચીતો કરેલ એ દરમ્યાન સરકારમાંથી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી તથા રાજયના ગૃહમંત્રી દ્રારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવા ની સમાજના શ્રેષઠીઓને અને મિડિયા સમક્ષ જાહેરાત કરી હતી અને ચૂટણીઓ દરમ્યાન નાના નાના અમુક ચોક્કસ કેસો જ સરકાર દ્રારા પરત ખેંચવા માંગ આવ્યા છે.
પરંતુ હજુ ધણા જીલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદાર યુવાનૉ પર ના કેસો પરત ખેંચવા ના બાકી હોય અને જેના કારણે ધણા નિર્દોષ પાટીદાર યુવાનૉ કોર્ટ કચેરી ના ધક્કા ખાઇ રહયા છે. જેથી આ આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આંદોલન દરમિયાન થયેલા કેસચ વહેલી તકે પરત ખેંચવામાં આવે તેવી અમારી માંગ છે.
અને જો આ પંદર દિવસની અંદર આ કેસો સંદર્ભે કોઇ યોગ્ય કાર્યવાહી થયેલી જણાશે નહી તો રજૂઆત સંદર્ભે રચનાત્મક કાર્યક્રમો યોજશુ આ તકે અરવિંદભાઇ લાડાણી, ધનશ્યામભાઇ રતનપરા, વિજયભાઈ ઝાટકિયા , દિલીપભાઇ જસાણી , મનિષભાઇ પટેલ , સતિષભાઇ ઝાલાવાડીયા , જગદીશભાઇ લાડાણી, કે.ડી. ઝાટકિયા , મેહુલ માણાવદરીયા, તેમજ બહોળી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતાં.