Western Times News

Gujarati News

સંજેલીમાં ગરીબ પરિવારને મહા કરોડપતિમાં લોટરીના નામે છ લાખની ઠગાઈ

રાતોરાત લાખોપતિ બનવાના ચક્કરમાં ગરીબ પરિવાર સાથે છ લાખની ઠગાઈ- ભોગ બનેલા યુવકની પોલીસમાં અરજી 

(પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ) : કોન બનેગા મહા કરોડપતિ 25હજાર લક્કી ડ્રો વિજેતા મા 25ભાગ્યશાળી  નંબરને 25 લાખ થી 10કરોડ સુધીના ઇનામ વિજેતામા તમારો મોબાઈલ નંબર સિલેક્ટ થયો છે 25 લાખ ની લોટરી મેળવવા ટેક્સ પે કરવો પડશે લોભામણીલાલચ આપી 6લાખજેટલી રકમ પડાવી લીધા ફોનની લાલચમાં આવી જઇ સંજેલી ચાલી ફળિયાના ટેલર ની દુકાન કરી પેટીયુ રળતા યાસીન આદમ શેખ  (બટાકા ) ડ્રો વિજેતાની લાલચમાં આવી રાતોરાત લાખોપતિ બનવાના ચક્કરમાં ફસાઈ ગરીબ પરિવારે લાખો માં ગંગા નાઇ નાખી હોવાની જાણ થતાં સંજેલી પોલીસ મથકે અરજી આપી હતી છ લાખમાં ફ્રોડ થવાની જાણ થતાં આખાયે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે

લોભિયા અગાડી ધુતારા ભૂખે ન મરે તેવો જ એક કિસ્સો સંજેલી નગરમાં પ્રકાશમાં આવ્યો છે. અમિતાભ બચ્ચન મુકેશ અંબાણી અને મોદી સરકાર બંને સે પહેલે લક્કી ડ્રો કા આયોજન કિયા ગયા.

25 લાખથી 10 કરોડ સુધીનું ઈનામ 25 વિજેતાને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું  કોન બનેગા મહા કરોડપતિ દ્વારા આઇડિયા એરટેલ વોડાફોન વિગેરે ટેલિકોમ કંપની દ્વારા  પાંચ રાજ્યોની લકી ડ્રો કરવામાં આવ્યું હતું ઇનામ 25લાખ થી 10 કરોડ સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં  25 લાખ ના વિજેતા તરીકે 9638664311 મોબાઇલ નંબર સિલેક્ટ થયો છે તેઓ રાણા પ્રતાપ નામના વ્યક્તિનો 17-2- 2020 ના રોજ ફોન આવ્યો હતો. લક્કી ડ્રોનો  25 લાખ રૂપિયાનો ચેક મેળવવા તમારે ટેક્સ પે કરવો પડશે તેમ કહી લોભામણી લાલચમાં ફસાવી  હથેળીમાં ચાંદ બતાવી રાતો રાત લાખોપતિ બનવાના સપનાં બતાવી ટેક્સ પે કરવાના બહાને રાણા પ્રતાપ નામના વ્યક્તિએ ભોગ બનનાર વ્યક્તિના મોબાઈલ નંબર પર અમિતાભ બચ્ચનના કેબીસી જિયોના ઓનર મુકેશ અંબાણી સહિતના નામો વીડિયો મોકલી 25 લાખનો મુંબઈ બ્રાન્ચનો ચેક દિલ્હીમાં બંગલોના સહિતના દસ્તાવેજો તેમજ વીડિયો મોકલી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખાતામાં ટુકડે ટુકડે છ લાખ રૂપિયા જેવી રકમ ખંખેરી લેવામાં આવી છે

જો હજુ તમે ચાર લાખ રૂપિયા ભરશો તો દિલ્હીમાં તમારે બંગલો તમારે નામે થઇ જશે તેવી લાલચ આપી હતી.

ચેટિંગમાં સેટિંગ કરી ગરીબ પરિવાર રાતોરાત લાખોપતિ બનવાનાં સપનાં બતાવ્યા હતા વ્યક્તિએ પોતાની જમીન વેંચી તેમજ 2 લાખ જેટલી રકમ માર્કેટમાંથી વ્યાજે લઇ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

પોતાના ખાતામાં 25 લાખનો ચેક જમા ન થતા ઘરના લોકોને જાણ કરતાં પોતે છેતરાઇ ગયો હોય તેવું જણાતા સંજેલી પોલીસ મથકે પુરાવા સાથે લેખિત અરજી આપી હતી તેમજ ગોધરા પોલીસ કચેરીએ પણ રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે પોલીસ આ બાબતે ભોગ બનનાર ગરીબ પરિવારને કઇ રીતે મદદ કરશે તે જોવું રહ્યું

સંજેલી ખાતે કેબીસીમાં લોટરી લાગી છે તેવું કહી અલગ અલગ ખાતા ટુકડે ટુકડે છ લાખ રૂપિયા જેટલી રકમ ઠગાઈ થઈ છે તેવી અરજી પોલીસ મથકે આવી છે હાલ તેની તપાસ ચાલુ છે તેવું સંજેલી પીએસઆઇ ડી જે પટેલ જણાવ્યુ હતું.

કેબીસી જિયોના વીડિયો ફોટા આધારકાર્ડ સહિતનો ભરપૂર ઉપયોગ કરીને મીઠી મીઠી લોભામણી વાતો કરી છ લાખ જેટલી રકમ ખંખેરી છે જેની પુરાવા સાથે સંજેલી પોલીસ મથકે અરજી આપી છે જે બાદ ગોધરા ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતાં ત્યાંથી અમારી વાતને ધ્યાને લીધા વગર જ સંજેલી પોલીસ મથકે કરો તેવું જણાવ્યું હતું.

હાલ પણ લાલચ આપનાર વ્યક્તિ દ્વારા 4 લાખ જેટલી માંગણી કરે છે જેમાં 25લાખનો ચેક અને દિલ્હીમાં એક બંગલો તમારે નામે કરકરવામાં આવશે  જમીન વેચી હતી તેમાંથી ચાર લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા ગામમાંથી વ્યાજે લીધા હતા એમ કરી ટોટલ છ લાખ રૂપિયા ખાતામાં ભર્યા હતા.  તેવું ભોગ બનનાર   યાસીનભાઈ આદમભાઇ શેખ (બટાકા )એ જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.