પાટીદાર સમાજનું સુંદર આયોજન: વધારે વિદ્યાર્થીઓ લાભ લે તે આવકારદાયક
(પ્રતિનિધિ) અમદાવાદ, આધુનિક યુગમાં એજયુકેશન ખૂબ જ મહત્વનું થઈ ગયું છે. સારી નોકરી મેળવવા લગ્ન કરવામાં શૈક્ષણિક લાયકાતને વિશેષ પ્રાધાન્ય અપાય છે અને તેથી જ વિવિધ સમાજના યુવક-યુવતીઓ સરળતાથી અભ્યાસ કરી રહે તે માટે સમાજના મોભીઓ- દાતાઓ અવિરત આર્થિક સહાયક કરીને સમાજના બિલ્ડિંગો ઉભા કરી રહયા છે.
જેમાં પોતાના સમાજના છોકરા-છોકરીઓ અભ્યાસ કરી શકે છે. જયો તેમને રહેવા- ખાવાની તથા ભણવા સહીતની સુવિધાઓ મળી રહે છે. ખોડલધામ, ઉમિયાધામ, તથા સરદારધામ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહયા છે. અમુક ધામમાં પોતાના સમાજ સિવાયના અન્ય સમાજના યુવાન-યુવતીઓને પણ મદદ કરાય છે. ઓવરઓલ દરેક સમાજ હવે પોત પોતાની રીતે સમાજના લોકોને મદદ કરવા આગળ આવી રહયો છે.
ભણતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી સમાજના વિવિધ ક્ષેત્રના તજજ્ઞ રીટાયર્ડ અધિકાીરઓ અભ્યાસલક્ષી માર્ગદર્શન આપે છે. માત્ર પાટીદાર સમાજ નહિ પરંતુ અન્ય સમાજાેમાં આની શરૂઆત થઈ છે જે ખૂબ જ સારી નીશાની છે. જે તે સમાજના યુવક-યુવતીઓએ સારા અભ્યાસ માટે સમાજ તરફથી જે સુવિધાઓ મળતી હોય તેનો લાભ લેવો જાેઈએ અને પોતાનું ધ્યાન અભ્યાસ તરફ કેન્દ્રિત કરવું જાેઈએ.
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પારાવાર નુકશાન થયું છે હવે જયારે કોરોના ઓછો થયો છે ત્યારે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન પરોવીને પોતે નકકી કરેલા ધ્યેયને હાંસલ કરવો જાેઈએ તેમ પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે.
સમાજ અભ્યાસ માટે જયારે સુવિધા ઉપલબ્ધ કરાવતો હોય ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા પ્રેરાય તે આવકારદાયક છે. દરમિયાનમાં ખોડલધામ પાટીદાર સમાજના અગ્રણી નરસિંહ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાટીદાર સમાજના અંદાજે ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તિર્ણ કરી છે.