પાયલ સરકારે સફેદ શર્ટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ: બંગાળની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે પાયલ સરકાર. તે તેના ગ્લેમરસ અંદાજના કારણે જાણીતી છે. જો કે હાલમાં તેમણે તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામથી લેવામાં આવી છે. પાયલ ટોલીવૂડની પ્રમુખ અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેમણે ર્મિચ ૩ અને હેચકીમાં કામ કર્યું છે.
સામાન્ય રીતે અન્ય સેલેબ્રિટીની જેમ પાયલ પણ તેની અલગ અલગ પોઝ વાળી સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહેશે. જો કે તેમની સફેદ શર્ટ વાળી તસવીર મૂકતા લોકોને તેને સોશિયલ મીડિયામાં ખૂબ સભળાવ્યું. અનેક લોકોએ તેની ડ્રેસિંગ સેન્સને લઇને ભદ્દા કોમેન્ટ આપ્યા છે. જો કે બીજી તરફ આ મામલે અભિનેત્રીએ કોઇ પણ ટિપ્પણી નથી કરી. આ છે.
તે તસવીર જેની પર આટલો વિવાદ થઇ રહ્યો છે. જો કે આવું પહેલીવાર નથી થઇ રહ્યું આ પહેલા બંગાળી અને બોલિવૂડની અનેક અભિનેત્રીઓ તેમના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. અને તેમને લોકોથી અનેક વાતો સાંભળવાનો વારો આવ્યો છે. જો કે આજની હિરોઇનો ટ્રોલર્સને વળતો જવાબ આપવામાં પણ પાછી નથી પડતી.
જો કે અનેક અભિનેત્રીઓ આવી વાતોને ઇગ્નોર પણ કરવામાં આવે છે. ત્યારે હવે જોવાનું તે રહ્યું કે પાયલ આ વાતનો કોઇ જવાબ આપે છે કે પછી ટ્રોલર્સને ઇગ્નોર કરે છે. કે પછી આ વાતથી તેના કેરિયરને કોઇ ફરક પડે છે.