Western Times News

Gujarati News

પાર્ટી પ્લોટના ગરબાને બદલે શેરી ગરબાને મંજૂરી મળશે

Files Photo

અમદાવાદ: નવરાત્રિને લઈને અમદાવાદીઓ તૈયાર છે તો બીજી તરફ આયોજકોએ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તૈયારીઓ કરી છે. ૩૦ ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય બતાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. એટલું જ નહિ માત્ર ગ્રાઉન્ડ કેપીસિટી કરતાં ૩૦% ખેલૈયાઓને મળશે એન્ટ્રી, એન્ટ્રી ગેટ પર સેનીટાઇઝર ટનલ ઊભી કરાશે અને ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના ધન્વંતરી રથ રહેશે. આ સાથે ખેલૈયાઓને અપાશે માસ્ક અને સેનીટાઇઝર આ તમામ સજેશન ગુજરાતના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને પણ આપ્યા છે.
આ અંગે વાતચીત કરતા આયોજક ગ્રિષ્મા ત્રિવેદી એ જણાવ્યું કે કોરોનાને કારણે નવરાત્રી બંધ રહશે તો ઘણાં સામાન્ય લોકાને સૌથી મોટી અસર થશે. લાઈટ સાઉન્ડ અને ડેકોરેશન વાળા ખાસ નવરાત્રિમાં જ કમાણી કરતાં હોય છે ત્યારે તમામ તૈયારીઓ સાથે અમદાવાદના આયોજકો અને ખેલૈયાઓ નવરાત્રી માટે તૈયાર થઈ ચૂક્યા છે. કન્ટેન્મેન્ટ ઝોન માં નવરાત્રી નહીં થાય તે તો પાક્કું છે પરંતુ કન્ટેન્મેન્ટ ઝોન સિવાય જૂની અને જાણીતી જગ્યાએ કેવી રીતે નવરાત્રી કરવી તે પણ મહત્વનો મુદ્દો રહેશે આ વખતે નવરાત્રિમાં પાર્કિંગનો પ્રશ્ન નહીં થાય કારણ કે પહેલેથી જ કેટલા લોકો આવશે તે ફિક્સ થઈ ચૂકયું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.