Western Times News

Gujarati News

પાલડી જલારામ મંદિર અંડરપાસ તૈયારઃ 4થી માર્ચે ખુલશે

File Photo

મધ્યઝોનને જનભાગીદારી યોજનાનો લાભ મળશે -મુખ્યમંત્રી જલારામ અંડરપાસનું ઉદ્‌ઘાટન કરશે ઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારની ખાનગી સોસાયટીઓ માટે અમલી ૭૦ઃર૦ઃ૧૦ સ્કીમનો અમલ હવે કોટ વિસ્તારની પોળોમાં અને ચાલીઓમાં પણ શરૂ થશે જેના કારણે કોટ વિસ્તારના રહીશોને વિકાસનો લાભ મળશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાસણાનો ૧ર૬ એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તોડી તેના સ્થાને નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૪થી માર્ચે જલારામ અંડરપાસ અને બોનસાઈ શોનું ઉદ્‌ઘાટન કરશે.

શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે મેટ્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંડરપાસ તૈયાર થઈ ચુકયો છે જેનું લોકાર્પણ આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે તેજ દિવસે મુખ્યમંત્રી અંદાજે રૂ.પ૦૦ કરોડના કામોનું ખાતમુહુર્ત/ લોકાર્પણ કરશે જેમાં બોનસાઈ પાર્ક તેમજ ઘાટલોડિયા વિધાનસભામાં તૈયાર કરવામાં આવેલ આધુનિક આંગણવાડીઓનો પણ સમાવેશ થાય છે. Paldi Jalaram Mandir Underpass ready: To be opened on 4th March

મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ રાજય સરકારની ખાનગી સોસાયટીઓ માટે અમલી જનભાગીદારી યોજના અંતર્ગત સ્ટ્રીટલાઈટ, આરસીસી રોડ, સહિતના કામો હવે કોટ વિસ્તારમાં પણ કરવામાં આવશે જેના માટે ધારાસભ્ય અને કોર્પોરેટરના બજેટ માન્ય ગણાશે. સાબરમતી નદીમાં છોડવામાં આવતા અશુધ્ધ પાણીના કારણે નદી પ્રદુષિત બની છે

તેથી હવે ટેકનોલોજીથી નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વાસણાનો ૧ર૬ એમએલડી પ્લાન્ટ તોડી તેના સ્થાને ૩૦૦ એમએલડી ક્ષમતાનો નવો પ્લાન્ટ નવી ટેકનોલોજીથી તૈયાર થશે જેનું તમામ પાણી નદીમાં છોડવામાં આવશે નહી પરંતુ પ્લાન્ટની બાજુમાં આવેલ કેનાલમાં પણ ટ્રીટેડ વોટર છોડવામાં આવશે. વાસણાનો પ્લાન્ટ ર૦૦પની સાલના નોમ્સ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે તેથી તેના નવા નિયમ મુજબના પેરામીટર્સ મળતા નથી. નવો પ્લાન્ટ તૈયાર કરતા પહેલા ૧ર૬ એમએલડીનો જુનો પ્લાન્ટ તોડી તેના સ્થાને તેટલી જ ક્ષમતાનો એક નવો પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટ બનાવવા વિશ્વ બેંક તરફથી પણ લોન આપવામાં આવશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.