Western Times News

Gujarati News

પાવાગઢ મહાકાળી મંદિરના શિખરે સોનાનો કળશ

પાવાગઢ, રાજ્ય સરકાર દ્વારા ડુંગર પર મંદિરના રીનોવેશન સાથે બે હજાર શ્રદ્ધાળુઓ એક સાથે ઉભા રહીને દર્શન કરી શકે તેવું પરિસર બનાવવામાં આવ્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવિન મંદિર સાથે ડુંગર પર દુધિયા તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર શિખર પર કળશ પ્રતિષ્ઠા કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોના દાનમાંથી તા.૫ મે ૨૦૨૨ના રોજ પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ ૮ શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી હતી. ૧૩ કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર ૬ ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર ૧.૫૦ કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય શિખરો પર ૨ ફૂટના ૭ સોનાનો ઢોળ ચઢાવેલા કળશ સ્થાપીત કર્યા હતા.

૨ ફૂટના એક કળશ પર ૨૦૦ ગ્રામ લેખે ૭ નાના કળશ પર રૂા.૭ કરોડના ૧.૪ કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું. પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.૧૪.૫૦ કરોડના ૨.૯૦૦ કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા ૮ કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું .HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.