Western Times News

Gujarati News

પિરામલ એન્ટરપ્રાઈઝીસે પ્રેફરેન્શિયલ ફાળવણી મારફતે રૂ. 1,750 કરોડનું ભંડોળ ઊભું કર્યું

મુંબઈ, પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (Piramal NSE: PEL, BSE: 500302)એ આજે કેનેડિયન સંસ્થાગત રોકાણકાર કેસ્સે દા ડેપો એટ પ્લેસમેન્ટ દા ક્યુબેક (સીડીપીક્યુ)ને કમ્પલ્સરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (સીસીડી)ની પ્રેફેરન્શિયલ ફાળવણી મારફતે રૂ. 1,750 કરોડનું ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી. સીસીડીનું ઇક્વિટી શેરમાં ફરજિયાત કન્વર્ઝન ફાળવણીની તારીખથી 18 મહિનાની અંદર થશે.

પીઇએલમાં લાંબા સમયથી રોકાણકાર સીડીપીક્યુએ એનાં અગાઉના કેપિટલ ઇશ્યૂઅન્સમાં એન્કર રોકાણકાર તરીકે પણ સામેલ થઈ હતી તથા કુલ 750 મિલિયનનાં ઇશ્યૂમાં 175 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.

ઉપરાંત સીડીપીક્યુની રિયલ એસ્ટેટ પેટાકંપની ઇવાન્હો કેમ્બ્રિજે બ્લૂ-ચિપ રેસિડેન્શિયલ ડેવલપર્સને લાંબા ગાળાની ઇક્વિટી પ્રદાન કરવા પીઇએલ સાથે કો-ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ માટે 250 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તમામ પ્લેટફોર્મ અને કંપનીઓમાં પુનરાવર્તિત અને મજબૂત પાર્ટનરશિપ પીઇએલનાં બિઝનેસ મોડલમાં સીડીપીક્યુની લાંબા ગાળાની પાર્ટનરશિપ અને એનાં વિશ્વાસનો પુરાવો છે.

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડનાં ચેરમેન શ્રી અજય પિરામલે કહ્યું હતું કે, “પિરામલ ગ્રૂપ સાથે લાંબા ગાળાની પાર્ટનરશિપ ધરાવતા આંતરરાષ્ટ્રીય રોકાણકાર સીડીપીક્યુ અને કંપનીમાં એનું રોકાણ અમારા બિઝનેસ મોડલ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભવિતતામાં વિશ્વાસની પુષ્ટિ કરે છે.

ફંડનો આ ઉમેરો અમારી બેલેન્સ શીટને મજબૂત કરશે અને અમને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક વૃદ્ધિની તકો હાંસલ કરવા સક્ષમ પણ બનાવે છે, જે અમે જે બજારોમાં કામ કરીએ છીએ ત્યાં તમામ ક્ષેત્રોમાં ઊભી થઈ રહી છે.”

પીઇએલએ રાઇટ ઇશ્યૂ માટે 31 ડિસેમ્બર, 2019ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ રૂ. 3,650 કરોડનો ઇશ્યૂ  શેરદીઠ રૂ. 1,300ની આકર્ષક કિંમતે મૂડી ઊભી કરવામાં સહભાગી થવા હાલનાં શેરધારકોને તક આપે છે. પ્રમોટર્સ રાઇટ ઇશ્યૂની સફળતા માટે કટિબદ્ધ છે અને ઇશ્યૂનાં 90 ટકા હિસ્સાની જવાબદારી લીધી છે.

સીડીપીક્યુ મોટી, લાંબા ગાળાની કેનેડિયન સંસ્થાગત રોકાણકાર છે, જે 325 અબજ કેનેડિયન ડોલરનું મેનેજમેન્ટ કરે છે તેમજ મુખ્યત્વે પબ્લિક પેન્શન અને વીમાયોજનાઓમાં રોકાણ કરે છે. સીડીપીક્યુ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા નાણાકીય બજારો, પ્રાઇવેટ ઇક્વિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને પ્રાઇવેટ ડેટમાં રોકાણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.