પીએમ મોદી ૧૪મી ફરીવાર મંત્રી પરિષદ બેઠક બોલાવી
નવીદિલ્હી: છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીમાં રાજકીય હલચલ ખૂબ તેજ થઈ ગઈ છે, હાલમાં જ મોદી સરકારના કેબિનેટ વિસ્તરણ બાદથી નવા મંત્રીઓ અત્યારે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે, કોરોના વાયરસ મહામારીના કારણે દેશનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે ત્યારે નવા મંત્રીઓ સામે અનેક પડકારો છે ત્યારે પીએમ મોદી પણ નવી ટીમ સાથે એક્શન મોડમાં કામ કરી રહ્યા છે. ૧૪ તારીખે ફરીવાર પીએમ મોદીએ બેઠક બોલાવી છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં પીએમ મોદી કોરોના વાયરસની પરિસ્થિતિ અને તેની સામે બચવાના પગલાઓને લઈને ચર્ચા કરે તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં જ કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ ભીડભાડવાળા વિસ્તારોને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે બેદરકારીને કોઈ સ્થાન નથી અને એક નાનકડી ભૂલના દૂરગામી પરિણામો હોઈ શકે છે.
પીએમ મોદીએ મંત્રીઓને ટકોર કરી હતી કે કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ લોકોએ બહાર ન નીકળવું જાેઈએ. બધાએ યાદ રાખવાની જરૂર છે કે કોરોના વાયરસનો ખતરો હજુ ઓછો થયો નથી. કેટલાય દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને કેરળમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.